મુંબઈ,તા. 07 મે, 2019, મંગળવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ ખાદ્યતેલોના ભાવમાં મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. પામતેલમાં નીચા મથાળે માગ વધતાં ૭૦૦થી ૮૦૦ ટનના વેપાર થયા હતા. વિશ્વ બજારના સમાચાર આંચકા પચાવી ફરી ઉછાળો બતાવી રહ્યા હતા. મલેશિયામાં પામતેલનો વાયદો ઉછળી સાંજે ૮૪, ૫૩, ૫૫ તથા ૫૩ પોઈન્ટ પ્લસમાં બંધ હતો. પામ પ્રોડકટના ભાવ અઢીથી પાંચ ડોલર ઉંચા ગયા હતા.
દરમિયાન, અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૨થી ૨૩ પોઈન્ટ નરમ રહ્યા પછી પ્રોજેકશનમાં ભાવ સાંજે ૧૫થી ૧૬ પોઈન્ટ પ્લસમાં હતા. ઓવરનાઈટ સમાચારમાં સોયાખોળનો વાયદો ૧૫થી ૧૮ પોઈન્ટ નરમ હતો જ્યારે સોયાબીનનો વાયદો ૧૧૬થી ૧૨૨ પોઈન્ટ ગબડયો હતો. ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૨૧૩, ૧૬૧, ૧૫૪ પોઈન્ટ તૂટયાના વાવડ હતા. અમેરિકા અને ચીન વચ્ચે મતભેદો વધતાં ફરી ટેરીફ યુદ્ધ શરૂ થયાના ભણકારા વાગતા થતાં અમેરિકાના કૃષી બજારો ઓવરનાઈટ દબાણ હેઠળ રહ્યાનું જણાવ્યું હતું.
મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૫૯૨ વાળા ૫૯૫ જ્યારે જેએનપીટીના રૂ.૫૮૮વાળા રૂ.૫૯૧ હતા. રૂ.૫૯૨ તથા ૫૯૫માં વિવિધ રિફાઈનરીના ડાયરેકટ ડિલીવરીના વેપારો આજે નોંધપાત્ર થયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૧૬ વાળા ૫૧૮ હતા. જ્યારે સીપીઓ વાયદાના ભાવ રૂ.૫૧૬.૫૦ રહ્યા પછી ઉંચામાં રૂ.૫૨૧.૭૦ થઈ સાંજે રૂ.૫૧૯ હતા. જ્યારે સોયાતેલ વાયદાના ભાવ રૂ.૭૩૨.૫૫ થયા પછી રૂ.૭૩૭.૯૦ રહી સાંજે ભાવ રૂ.૭૩૫.૪૦ રહ્યા હતા.
મુંબઈ બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૦૧૦ વાળા ૧૦૨૦ હતા. રાજકોટ બાજુ ભાવ ફરી ઉંચકાઈ રૂ.૧૦૦૦ તથા૧૫ કિલોના રૂ.૧૬૦૦ હતા. કોેટન વોશ્ડના ભાવ રૂ.૬૯૨ વાળા ૬૯૫જ્યારે મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ.૭૪૩ બોલાતા હતા. સોયાતેલ ડિગમના ભાવ રૂ.૬૮૦ તથા રિફા.ના રૂ.૭૨૫ વાળા ૭૨૦ હતા. સનફલાવરના ભાવ રૂ.૭૦૦ તથા રિફા.ના રૂ.૭૫૫ હતા. સનફલાવરના ભાવ રૂ.૭૦૦ તથા રિફા.ના ૭૫૫ હતા.
મસ્ટર્ડના ભાવ રૂ.૭૪૫ જયારે કોપરેલના રૂ.૧૧૮૦ હતા. દિવેલના ભાવ રૂ.૩ વધી કોમર્શિયલના રૂ.૧૧૬૭, એફએસજીના રૂ.૧૧૭૭ તથા એફએસજી કંડલાના રૂ.૧૧૫૭ હતા જ્યારે મુંબઈ એરંડાના હાજર ભાવ રૂ.૫૬૭૦ વાળા ૫૬૮૫ બોલાતા હતા.
દરમિયાન એરંડા વાયદા બજારમાં હવામાન સુધારાનું હતું. એરંડા મે વાયદાના ભાવ સાંજે રૂ.૪૦ ઉંચા બોલાતા હતા. જ્યારે સોયાતેલ વાયદાના ભાવ સાંજે રૂ.૪.૯૦ તથા રૂ.૫.૩૫ પ્લસમાં હતા.
અમેરિકામાં શિકાગો બજારમાં સાંજે જોકે સોયાબીન તથાસોયાખોળના વાયદાના ભાવ પ્રોજેકશનમાં માઈનસમાં બોલાયા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vICm1g
via Latest Gujarati News
0 Comments