(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ,તા. 07 મે, 2019, મંગળવાર
ભારતીય શેર બજારોમાં આજે સેન્સેક્સમાં ૮૫૦ પોઈન્ટની અફડાતફડીના અંતે સતત બીજા દિવસે કડાકો બોલાયો હતો. નિફટીએ ૧૧૫૦૦ની સપાટી ગુમાવી હતી. અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વાટાઘાટ ફરી ઘોંચમાં પડતાં અને અમેરિકાએ ચાઈનાની ૨૦૦ અબજ ડોલરની આયાતો પર શુક્રવારથી ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની ચીમકી આપતાં ચાઈનાના ઉપપ્રમુખ અમેરિકા વાટાઘાટ માટે દોડી જવાના અહેવાલ વચ્ચે વૈશ્વિક બજારોમાં સતત નરમાઈ સાથે ઘર આંગણે લોકસભા ચૂંટણીના ચાલતાં પાંચમા તબક્કાના મતદાન બાદ ફરી ચૂંટણી પ્રચાર યુદ્વ અત્યંત નીચલા સ્તરે ઉતરી ગયાના અને આ મામલે હવે કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળવાના અમુક વિશ્લેષકોના અભિપ્રાયે ભારતીય શેર બજારોમાં સતત બીજા દિવસે સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. અમેરિકા-ચાઈના વચ્ચે વણસતાં સંબંધોની સાથે વૈશ્વિક આર્થિક મંદીની પરિસ્થિતિ વકરી રહ્યાના સંકેતે વૈશ્વિક બજારોમાં નરમાઈ તેમ જ કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આ વખતે સાધારણ થી નબળા પરિણામોમાં ગઈકાલે આઈસીઆઈસીઆઈ બેંકના નબળા રિઝલ્ટ જાહેર થયાની નેગેટીવ અસરે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો વેચવાલ બનતાં અને ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ શેરોમાં ફંડોના ઓફલોડિંગ થયું હતું. રૂપિયા સામે અમેરિકી ડોલર મજબૂત બનતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યામથાળેથી ઘટી આવીને બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ સાંજે ૯૩ સેન્ટ ઘટીને ૭૦.૩૧ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૬૬ સેન્ટ ઘટીને ૬૧.૫૯ ડોલર રહ્યા હતા. સેન્સેક્સ અંતે ૩૨૩.૭૧ પોઈન્ટ તૂટીને ૩૮૨૭૬.૬૩ અને નિફટી સ્પોટ ૧૦૦.૩૫ પોઈન્ટ ગબડીને ૧૧૪૯૭.૯૦ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ ૩૮૦૦૦ની સપાટી ગુમાવવાની તૈયારીમાં : અફડાતફડીમાં ૩૮૮૩૫ સુધી ઉછળી ૩૮૨૩૬ સુધી પટકાયો
ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૮૬૦૦.૩૪ સામે ૩૮૮૧૫.૪૬ મથાળે ખુલીને હિન્દુસ્તાન યુનિલિવર, લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ કોર્પ, ઈન્ફોસીસ, ઓએનજીસી, બજાજ ઓટો સહિતમાં આકર્ષણે એક તબક્કે ૨૩૫.૨૦ પોઈન્ટ વધીને ઉપરમાં ૩૮૮૩૫.૫૪ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને બેંકિંગ, ફાઈનાન્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંકના નબળા રિઝલ્ટે ફંડોની વેચવાલી સાથે યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેંક સહિતમાં વેચવાલીએ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેમ જ ઓટો શેરો ટાટા મોટર્સ, ટાટા મોટર્સ ડીવીઆર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે આઈટીસી, વેદાન્તા, એશીયન પેઈન્ટસ, કોલ ઈન્ડિયા, એચસીએલ ટેકનોલોજી, ટાટા સ્ટીલ સહિતમાં વેચવાલીએ સુધારો ધોવાઈ નીચામાં ૩૮૨૩૬.૧૮ સુધી આવી જઈ અંતે ૩૨૩.૭૧ પોઈન્ટ તૂટીને ૩૮૨૭૬.૬૩ બંધ રહ્યો હતો. આમ આજે ૮૫૦ પોઈન્ટની અફડાતફડી બોલાઈ ગઈ હતી.
નિફટી સ્પોટ ૧૧૫૦૦ની સપાટી ગુમાવી : ઉપરમાં ૧૧૬૫૭ થઈ ૧૧૪૮૫ સુધી ખાબકી અંતે ૧૦૦ પોઈન્ટ તૂટીને ૧૧૪૯૮
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૫૯૮.૨૫ સામે ૧૧૬૫૧.૫૦ મથાળે ખુલીને આરંભમાં તેજીમાં હિન્દુસ્તાન યુનિલિવર, લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ફ્રાટેલ, વિપ્રો, ઈન્ફોસીસ, હિન્દાલ્કો, ઓએનજીસી, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, યુપીએલ, પાવર ગ્રીડ કોર્પ સહિતમાં લેવાલીએ વધીને ૧૧૬૫૭.૦૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને અફડાતફડીમાં ઓટો શેરો ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી, આઈશર મોટર્સ, હીરો મોટોકોર્પ સહિતમાં વેચવાલી અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફિનસર્વ, સ્ટેટ બેંક ઓફઈન્ડિયા, કોટક બેંક, ઈન્ડસઈન્ડ બેંક તેમ જ અન્ય શેરોમાં બીપીસીએલ, આઈઓસી સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ,વેદાન્તા, ટાટા સ્ટીલ, ગ્રાસીમ, જેએસડબલ્યુ સ્ટીલ, સિપ્લા, સન ફાર્મા, ભારતી એરટેલ, ઝી સહિતમાં વેચવાલીએ નીચામાં ૧૧૫૦૦ની સપાટી ગુમાવી ૧૧૪૮૪.૪૫ સુધી આવી અંતે ૧૦૦.૩૫ પોઈન્ટ ઘટીને ૧૧૪૯૭.૯૦ બંધ રહ્યો હતો.
નિફટી ૧૧,૭૦૦નો કોલ ૨૮.૬૫ થી ઘટીને ૮.૩૦ : નિફટી ૧૧,૬૦૦નો પુટ ૫૦.૧૫ થી વધીને ૧૧૧.૫૦
ડેરિવેટીવ્ઝમાં આજે બે-તરફી અફડાતફડીમાં ફંડોએ છેતરામણી ચાલે તેજીના ખેલંદાઓને ટ્રેપમાં લેતી ચાલે ઉછાળે મંદીનો મોટો વેપાર કર્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો કોલ ૪,૨૫,૭૫૮ કોન્ટ્રેકટસમાં રૂ.૩૭,૪૨૭.૮૬ કરોડના કામકાજે ૨૮.૬૫ સામે ૩૬.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૪૩.૫૦ થઈ ઘટીને ૭.૬૦ સુધી આવી અંતે ૮.૩૦ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો પુટ ૩,૯૫,૭૧૨ કોન્ટ્રેકટસમાં રૂ.૩૪,૫૮૭.૯૧ કરોડના કામકાજે ૫૦.૧૫ સામે ૩૮.૯૫ મથાળે ખુલીને નીચામાં ૨૬.૩૦ થઈ વધીને ૧૧૮.૭૫ સુધી પહોંચી અંતે ૧૧૧.૫૦ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો કોલ ૩,૩૩,૭૫૯ કોન્ટ્રેકટસમાં રૂ.૨૯,૧૫૭.૩૬ કરોડના કામકાજે ૭૧.૫૫ સામે ૮૧.૧૫ મથાળે ખુલીને ઉપરમાં ૮૮.૫૫ થઈ ઘટીને ૧૯.૩૫ સુધી આવી અંતે ૨૨.૫૦ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૩,૨૮,૬૩૯ કોન્ટ્રેકટસમાં રૂ.૨૮,૪૦૫.૯૪ કરોડના કામકાજે ૨૦.૧૦ સામે ૧૧.૦૫ મથાળે ખુલીને નીચામાં ૭.૬૦ થઈ વધીને ૫૦.૫૫ સુધી જઈ અંતે ૪૮.૪૦ રહ્યો હતો.
બેંક નિફટી મે ફયુચર ૨૯,૮૦૮ થી ઘટીને ૨૯,૪૦૫ : નિફટી મે ફયુચર ૧૧,૬૫૬ થી ઘટીને ૧૧,૫૪૨
બેંક નિફટી ફયુચર ૧,૪૫,૨૦૨ કોન્ટ્રેકટસમાં રૂ.૮૬૨૯.૩૩ કરોડના કામકાજે ૨૯,૮૦૮.૭૦ સામે ૨૯,૯૧૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૯,૯૪૫.૮૫ સુધી જઈ પાછો ફરીને નીચામાં ૨૯,૩૭૦ સુધી આવી અંતે ૨૯,૪૦૫.૦૫ રહ્યો હતો. નિફટી મે ફયુચર ૧,૧૦,૮૭૫ કોન્ટ્રેકટસમાં રૂ.૯૬૬૧.૪૩ કરોડના કામકાજે ૧૧,૬૫૬.૩૫ સામે ૧૧,૬૮૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૬૯૨ થઈ ઘટીને ૧૧,૫૩૧.૩૫ સુધી આવી અંતે ૧૧,૫૪૨.૮૫ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક નબળા પરિણામે તૂટયો : બીઓબી, ફેડરલ, યશ બેંક, સ્ટેટ બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે સતત ફંડોની વેચવાલી રહી હતી. આઈસીઆઈસીઆઈ બેંકના ત્રિમાસિક રિઝલ્ટમાં ચોખ્ખો નફો પાંચ ટકા ઘટીને આવતાં શેરમાં ફંડોની વેચવાલીએ રૂ.૧૫.૧૫ ઘટીને રૂ.૩૮૬.૨૫ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૩.૬૫ ઘટીને રૂ.૧૧૨.૫૫, ફેડરલ બેંક રૂ.૧.૩૦ ઘટીને રૂ.૯૮.૮૦, યશ બેંક રૂ.૧.૭૫ ઘટીને રૂ.૧૬૪.૫૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૮૫ ઘટીને રૂ.૩૦૫.૮૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૨.૪૦ ઘટીને રૂ.૧૫૧૪.૯૫, એક્સીસ બેંક રૂ.૫ ઘટીને રૂ.૭૪૨.૫૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૭.૦૫ ઘટીને રૂ.૧૪૦૪.૯૦, ડીએચએફએલ રૂ.૧૬.૩૦ ઘટીને રૂ.૧૧૬.૬૫, આઈએફસીઆઈ રૂ.૯.૩૯, રિલાયન્સ કેપિટલ રૂ.૫.૫૦ ઘટીને રૂ.૧૨૧.૧૫, સાઉથ ઈન્ડિયા બેંક રૂ.૧૫.૫૦, મુથુટ ફાઈનાન્સ રૂ.૨૧ ઘટીને રૂ.૫૭૧, કર્ણાટક બેંક રૂ.૪.૪૦ ઘટીને રૂ.૧૨૪.૨૫, ઓરિએન્ટલ બેંક રૂ.૩.૧૫ ઘટીને રૂ.૯૨.૧૦, ગૃહ ફાઈનાન્સ રૂ.૧૦.૩૫ ઘટીને રૂ.૩૧૦, લક્ષ્મી વિલાસ બેંક રૂ.૨.૪૦ ઘટીને રૂ.૭૮.૧૫, કેનેરા બેંક રૂ.૮.૨૦ ઘટીને રૂ.૨૫૭.૨૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૪૦ ઘટીને રૂ.૪૮.૭૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૨૦.૧૦ ઘટીને રૂ.૬૯૦.૫૫, અલ્હાબાદ બેંક રૂ.૧.૪૦ ઘટીને રૂ.૪૪.૯૦, પીએનબી રૂ.૨.૩૫ ઘટીને રૂ.૮૩.૯૫, ઈન્ડિયન બેંક રૂ.૫.૨૦ ઘટીને રૂ.૨૪૧.૭૦ રહ્યા હતા.
મંદ માંગથી ઓટો ઉદ્યોગમાં વધતું સંકટ : ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, મધરસન, બાલક્રિશ્ન ઈન્ડ., ભારત ફોર્જ, બોશ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડા છતાં ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વૈશ્વિક મંદ માંગની સાથે હવે અમેરિકા-ચાઈના વચ્ચે ફરી સંબંધો વણસતાં ફંડોની ઓટો શેરોમાં વેચવાલી વધી હતી. ટાટા મોટર્સ રૂ.૯.૨૦ ઘટીને રૂ.૧૯૦.૯૦, અશોક લેલેન્ડ રૂ.૨.૧૦ ઘટીને રૂ.૮૫.૮૦, મધરસન સુમી રૂ.૨ ઘટીને રૂ.૧૩૧.૭૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૪૫ ઘટીને રૂ.૮૫૪..૦૫, એમઆરએફ રૂ.૬૯૦.૬૦ ઘટીને રૂ.૫૩,૦૭૪.૯૫, ભારત ફોર્જ રૂ.૫.૫૦ ઘટીને રૂ.૪૬૪.૮૦, બોશ રૂ.૨૦૮.૨૦ ઘટીને રૂ.૧૭,૮૧૨.૫૦, એકસાઈડ રૂ.૨.૪૦ ઘટીને રૂ.૨૧૨.૫૦, અપોલો ટાયર રૂ.૨.૧૦ ઘટીને રૂ.૧૯૫.૩૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૬.૮૦ ઘટીને રૂ.૭૦૩.૯૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨.૬૦ ઘટીને રૂ.૬૩૬, મારૂતી સુઝુકી રૂ.૧૧.૬૫ ઘટીને રૂ.૬૬૯૮.૫૦ રહ્યા હતા.
ચાઈના-અમેરિકાના વણસતાં સંબંધોએ મેટલ શેરોમાં સેઈલ, જેએસડબલ્યુ, જિન્દાલ સ્ટીલ, વેદાન્તા, હિન્દુસ્તાન ઝિંક ઘટયા
ચાઈના-અમેરિકા વચ્ચે ટ્રેડ વાટાઘાટ ફરી ઘોંચમાં પડતાં અને ચાઈનાના ઉપપ્રમુખ દ્વારા તાબડતોબ અમેરિકાની મુલાકાતે જઈ રહ્યાના અહેવાલ વચ્ચે આજે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની સતત વેચવાલી રહી હતી. સેઈલ રૂ.૨.૦૫ ઘટીને રૂ.૫૩, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૮.૫૫ ઘટીને રૂ.૨૮૮.૭૦, જિન્દાલ સ્ટીલ રૂ.૪.૧૦ ઘટીને રૂ.૧૬૯.૩૫, વેદાન્તા રૂ.૩.૪૫ ઘટીને રૂ.૧૬૩.૪૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૩.૨૫ ઘટીને રૂ.૨૬૯.૪૫, ટાટા સ્ટીલ રૂ.૪.૯૦ ઘટીને રૂ.૫૩૦.૬૫, કોલ ઈન્ડિયા રૂ.૨ ઘટીને રૂ.૨૪૯.૨૦ રહ્યા હતા.
ઓઈલ-ગેસ શેરોમાં ફંડો વેચવાલ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, એચપીસીએલ, આઈઓસી, ગેઈલ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી વધ્યામથાળેથી ઘટી આવીને બ્રેન્ટ સાંજે ૭૦.૩૫ ડોલર નજીક રહેવા સાથે રૂપિયા સામે અમેરિકી ડોલર બે પૈસા વધીને રૂ.૬૯.૪૨ રહ્યો હતો. ઓઈલ-ગેસ શેરોમાં આજે ઓફલોડિંગ થતું જોવાયું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૦.૩૦ તૂટીને રૂ.૧૩૪૪.૫૫, બીપીસીએલ રૂ.૧૧.૧૫ ઘટીને રૂ.૩૭૮.૧૫, એચપીસીએલ રૂ.૭.૭૫ ઘટીને રૂ.૨૮૪.૫૦, આઈઓસી રૂ.૩.૧૦ ઘટીને રૂ.૧૫૩.૫૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૫.૧૫ ઘટીને રૂ.૩૪૧.૫૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વેચવાલીએ ગાબડાં : ૧૬૭૮ શેરો નેગેટીવ બંધ : ૨૦૧ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, ખેલંદાઓની સતત વેચવાલીએ ઓછા વોલ્યુમે વ્યાપક ગાબડાં પડતાં જોવાયા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૬૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૭૮ અને વધનારની સંખ્યા ૮૫૧ રહી હતી. ૨૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
FIIની કેશમાં રૂ.૬૪૫ કરોડ, ઈન્ડેકસ ફયુચર્સમાં રૂ.૪૬૪ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૮૧૮ કરોડની ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-મંગળવારે કેશમાં રૂ.૬૪૫.૦૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૮૫૪.૬૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૪૯૯.૬૮ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૪૬૪.૨૪ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૨૩.૩૨ કરોડની ચોોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૮૧૮.૮૪ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૧૧૩.૩૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૨૯૪.૫૨ કરોડની વેચવાલી થઈ હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PUS8Q6
via Latest Gujarati News
0 Comments