મુંબઇના 24 વોર્ડ પૈકી વધુ ચારમાં કોરોનાના હજારથી અધિક કેસ નોંધાયા


મુંબઇ,તા.24 મે 2020 રવિવાર 

આ મહાનગરમાં પાલિકાના વધુ ચાર વોર્ડમાંની રિકચિતનીમ માત્ર છેલ્લા થોડાક દિવસમાં કોવિડ-૧૯ના એક હજારથી પણ અધિક કેસ નોંધાયા છે. આમાં માનખુર્દ અને ગોવંડીનો સમાવેશ કરતા એમ-પૂર્વ વોર્ડનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે એમ પૂર્વ વોર્ડમાં ઝૂંપડપટ્ટીનં પ્રમાણ વધુ છે.

આ સાથે મુંબઇના ૨૪ વોર્ડ પૈકી ૧૧ વોર્ડમાં અત્યાર સુધીમાં કોવિડના એક હજારથી પણ  અધિક કેસ નોંધાયા છે અને વધુ બે વોર્ડ આ ૧૧ વોર્ડની હરોળમ  સામેલ થવાની તૈયારીમાં છે.

દરમિયાન કોરોનાના કેન્દ્ર સમાન ધારાવી અને માહિમનો સમાવેશ કરતા જી ઉત્તર વોર્ડમાં ગઇકાલે (શનિવારે) કેસની સંખ્યા બે હજારના આંકને પાર કર ગઇ હતી.

ગયા સપ્તાહે એક હજારથી વધુ કેસ નોંધાવનાર એમપૂર્વ  સિવાયના અન્ય વોર્ડમાં કે-પૂર્વ (અંધેરી પૂર્વ, વિલેપાર્લે) એફ-દક્ષિણ (પરેલ શિવડી) તથા એન (ઘાટકોપર) વોર્ડનો સમાવેશ થાય છે.

શિવાજી નગર તથા બેગનવાડી ગીચતાવાળી ઝૂંપડપટ્ટીઓ માટે જાણીતા એમ -પૂર્વ વોર્ડની મુલાકાત પાલિકા કમિશનર આઇએસ ચહલે માંડ એક ,ર્ચાગ અગાઉ જ લીધી હતી. આ વોર્ડમાં ૧,૧૪૦ કેસ તથા ૧૦૮ મોત નોંધાયા છે.

અગાઉ કોરોનાના એક હજાર કેસ નોંધાવનારા અન્ય વોર્ડમાં જી- ઉત્તર, જી- દક્ષિણ (વરલી) ઇ ભાયખલા, એફ ઉત્તર (વડાલા, સાયન), તે-પશ્ચિમ (ઓશિવરા) એચ-પૂર્વ (બાંદરા પૂર્વ) તતા એલ (કુર્લા) વોર્ડનો સમાવેશ થાય છે.

એમ પૂર્વની બાબતે પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે હાઇરિસ્ક કોન્ટેક્ટસ (કોરોનાના દરદીના સંપર્કને કારણે ચેપનું સર્વાધિક જોખમવાળા લોકો)ની ભાળ મેળવીએ છીએ તથા શંકાસ્પદ દરદીઓને આઇસોલેશન (સંસર્ગહીન) કરીએ છીએ. પરંતુ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવતું નથી.

ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓએ કહ્યું હતું કે અહીં લોકો મેચબોક્સ (દિવાસળીની પેટી-નાના) જેવડા ઘરમાં રહેતા હોવાથી સોશ્યલ ડિસ્ટન્ટિંગના નિયમને પાળવો શક્ય નથી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2AYtt9Q
via Latest Gujarati News

Post a Comment

0 Comments