કોરોનાના સંકટમાં રાજકરણ કરવા કરતા જવાબદારી પાળવી મહત્વની છે: મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે


મુંબઇ,તા.24 મે 2020 રવિવાર 

મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં મે મહિના અંત સુધી કોરોના વાઇરસનો ચેપ દોઢ લાખથી વધુને સકંજામાં લેશે એવી ધારણા સેવાતી હતી પરંતુ તેના બદલે અત્યારે લગભગ ૪૭ હજાર કોરોના દરદી છે. એ માટે લોકો લોકડાઉનમાં આપેલા સહકારને લીધે અને કોરોના યોદ્ધાઓની કામગીરીને તેને હું શ્રેય આપું છું, આમ છતાં કોરોનાના વાઇરસ ચેપ વધુ ફેલાવાની પૂરેપૂરી શક્યતા જોતાં લોકોએ જરાપણ બેદરકાર રહેવાનું પાલવશે નહિં એવી સ્પષ્ટ ચેતવણી રાજ્ય મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપી હતી. અત્યારે રાજકરણ યોગ્ય નથી એમ કહીને વિપક્ષની ટીકા તેમણે કરી હતી.

લોકડાઉન એકદમ ઉઠાવવાને બદલે હળવે હળવે દૂર કરાશે  જો ભીડ અથવા શિસ્ત નહિ પળાય તો ફરી તે લદાશે એવી ચેતવણી ઉધ્ધવે આપી હતી.

આ સિવાય મુસ્લિમ સમાજના રમઝાનનો તહેવાર ચાલી રહ્યો છે  કોઇ ઠેકાણે ગરદી કરવી નહિં રસ્તા પર પ્રાર્થના કરવી નહિ મુસ્લિમ સમાજે આ તહેવાર જાહેરમાં નહિં પણ તેના બદલે ઘરમાં રહીને ઉજવવાની તેમણે અપીલ કરી હતી. એટલું જ નહિ આગામી થોડાક દિવસોમાં અન્ય ધાર્મિક સામાજિકો તહેવારો આવશે. તેઓએ પણ જાહેરમાં નહિં પણ ઘરમાં સારી રીતે ઉજવવાની છે. પ્રત્યેક ધર્મના લોકોએ પોત પોતાના ઇશ્વરને પ્રાર્થના કરો અને જલ્દીથી આ મહામારીમાંથી   છુટકારો મળે એવી સુદ્ધ અપીલ ઠાકરેએ લોકોને કરી હતી.

અત્યારે કોરોનાના સંકટ વચ્ચે કેટલાક રાજકીય પક્ષ રાજકરણ કરે છે. તેઓએ આવી પરિસ્થિતિમાં રાજકરણ કરવું જરૂર નથી. છતાં તેઓ કરે છે. તો ભલે તેઓ કરે પણ અમે બિલકુલ કરીશું નહિ. અમારામાં આવા સંસ્કાર નથી. કેન્દ્ર પાસેથી ઘણી વસ્તુ મળી નથી. એટલે બૂમબરાડા પાડવા. એમ કહીને વિપક્ષો ટીકા કરી હતી.

રાજ્યમાં આવેલી મહામારીના સંકટને નાથવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પરંતુ વિપક્ષો સતત પેકેજ જાહેર કરવાની માગણી કરે છે. મહાવિકાસ આઘાડી સરકાર પોકળ પેકેજોની  ઘોષણા કરતી નથી. એવી ટીકા ઉદ્ધવ ઠાકરેએ પ્રજાજોગ સંદેશમાં વિપક્ષો પર કરી હતી. બે દિવસ પૂર્વે રાજ્યમાં વિપક્ષોએ પેકેજ જાહેર કરાવવા માટે સરકાર વિરૂદ્ધ મહારાષ્ટ્ર બચાવોનું આંદોલન છેડયું હતું. પરંતુ રાજ્ય સરકાર અનેક માર્ગો જનતાની મદદ કરે છે. લોકોના જમવાની, આરોગ્યની તેમજ પરરાજ્યના મજૂરોને તેમના ગામ મોકલવાની કરી છે.

કેન્દ્ર સરકારનું નામ લીધા વગર ઠાકરેએ જણાવ્યું હતું કે એકદમ લોકડાઉન મૂકવું યોગ્ય ન હતું. પરંતુ તે ધીમે ધીમે લગાડવું જરૂરી હતું. હવે મહારાષ્ટ્ર સરકાર એક સાથે લોકડાઉન નહિં ઉઠાવશે એટલું જ નહિં લોકડાઉનના શબ્દોમાં ઉપયોગ નહિં કરીએ અમે ધીમે ધીમે જીવનની ગાડી પાડા પર લાવીશું. તેની યાદી આપીશું. આ સરળતાથી અને યોગ્ય રીતે કાર્યરત રહે તે માટેની જવાબદારી સરકાર નહિં પણ જનતાની વધુ છે. નહિ તો તે સુવિધા ફરી બંધ ન કરવી પડે તેની તકેદારી રાખવાનું જનતા છે, એમ સ્પષ્ટ પણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

થોડાક કેટલાક દિવસથી કોરોનાના દરદીની સંખ્યા વધી છે. કોરોના સાથે જીવવાનું શિખવું પડશે. હું કહું છું  કે  આ શિખતી વેળા કાળજી લેવી જરૂરી છે. એટલે કે થોડાક મહિના મોઢા પર માસ્ક પહેરવું પડશે, હાથ સ્વચ્છ રાખવા પડશે, રસ્તા પર થુકવું  નહીં એવી કાળજી રાખવી પડશે. જે આપણને કોરોના શીખવાડે છે.

માર્ચ- એપ્રિલથી કોરોનાના સંકટની શરૂઆત થઇ હતી. પરંતુ આ બિમારી ગુણાકારમાં ફેલાશે એવી કલ્પના મેં આપી હતી. પરંતુ લોકડાઉનમાં લોકોએ આપેલા સહકારથી રાજ્યમાં દરદીની સંખ્યા ૪૭ હજાર થઇ છે. એમાંથી ૧૩ હજાર દરદી સાજા થઇને ઘરે ગયા છે. અને અત્યાર સુધી મહારાષ્ટ્રમાં મરણાંક ૧૫૭૭ થયો છે. જો કે મેના અંત સુધી કોરોનાની સંખ્યા દોઢ લાખ જવાનો ટાર્ગેટ દિલ્હીની આરોગ્યટીમે બાંધ્યો હતો.

કેન્દ્ર સરકાર તરફથી જોઇ એવી મદદ મળતી નથી. જી.એસ.ટી.ના વળતરના લેણા નીકળે છે તે મળ્યા નથી. પરંતુ રાજ્ય સરકાર કેન્દ્રને સહ્યોગ આપે છે.

કેન્દ્રના પેકેજની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે રાજ્ય કોઇ પોકળ પેકેજ આપતી નથી. રાજ્ય દ્વારા અત્યાર સુધી ૪૮૧ ટ્રેનો થકી ૭ લાખ જેટલા સ્થળાંતરીત મજૂરોને તેમના ગામ મોકલ્યા છે. આ માટે સરકારે ૮૫ કરોડરૂપિયા આપ્યા છે. અમે દરરોજ ૮૦ ટ્રેનોની માંગ કરી રહ્યા છીએ પરંતુ અમને ૩૦ થી ૪૦ ટ્રેનો મળે છે.

પર રાજ્યોના કામદારોને અમે તેમને ગામમાં જવા કહ્યું ન હતું. તેઓ ખુદ ઘરે જવા માગતા હતા. અમે કેન્દ્ર પાસે પરવાનગી માટે પૂછ્યુ હતું. પણ પરવાનગી મળી નહીં. હવે જ્યારે સંકટ વધ્યું છે ત્યારે મજૂરી આફવામાં આવી છે   એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાને ખાતરી આપી હતી કે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષાનો નિર્ણય યોગ્ય રીતે લેવામાં આવશે. આશરે ૫૦ હજાર ઉદ્યોગ શરૂ કરાયા છે. રોજગાર ગેરન્ટી યોજના અંતર્ગત કામગીરી શરૂ થઇ  છે. જિલ્લામાં ગ્રીન ઝોન એસ.ટી. સેવા શરૂ કરાઇ છે, એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

જો આગામી સમયમાં કોરોનાના દરદી વધવાની શક્યતા ધ્યાનમાં રાખીને  તમામ વ્યવસ્થા કરી હોવાનો દાવો તેમણે કર્યો હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c1eUPF
via Latest Gujarati News

Post a Comment

0 Comments