સલમાન ખાન લૂલિયા વંતૂરને બોલીવૂડમાં લોન્ચ કરશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 24 મે 2020, રવિવાર

સલમાન ખાન બોલીવૂડમાં કેટલાય નવોદિતોને લોન્ચ કરે છે, તેવામાં તેની રોમેનિયન ગર્લફ્રેન્ડ લૂલિયાએ પોતાની મેળે બોલીવૂડમાં કારકિર્દી કરવાનો નિર્ણય લીધો હતો. દિગ્દર્શક પ્રેમ સોનીની ફિલ્મમાં કૃષ્ણ ભગવાનની ભક્તનું પાત્ર ભજવવાની હતી. પરંતુ હવે આ ફિલ્મ અભેરાઇએ ચડી ગઇ છે. 

સલમાન સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું કે અત્યારે તો દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. પરિસ્થિતિ સામાન્ય થતાં જ સલમાન લૂલિયાની ફિલ્મની ઘોષણા કરશેય અભિનતાએ લૂલિયાને લોન્ચ કરવાનો નિર્ણય લઇ લીધો છે. તે તેને હિંદી સિનેમામાં લોન્ચ કરશે.

સૂત્રે એમ પણ કહ્યું હતુ ંકે, સલમાન ખાનના હોમપ્રોડકશન હેઠળ  બનનારી આગામી ફિલ્મ કભી ઇદ કભી દિવાલીમાં કામ કરે તેવી શક્યતા છે. 

લૂલિયા અને સલમાન ખાસ મિત્રો છે. તેમજ લૂલિયા સલમાન સાથે લગ્ન કરવા જરૃરી માનતી નથી. તેનું માનવું છે કે લગ્ન વગર પણ એકમેકની કંપનીમાં બે જણા સાથે રહી શકે છે. તે હાલ સલમાનની કંપનીમાં ખુશ છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eishMC
via Latest Gujarati News

Post a Comment

0 Comments