
મુંબઇ તા.15 એપ્રિલ 2019, સોમવાર
અભિનેતા અને બની બેઠેલા ફિલ્મ સમીક્ષક કમાલ આર ખાને સોશ્યલ મિડિયા પર છેલ્લાં પાંચ વર્ષમાં શાહરુખ ખાન એક પણ હિટ ફિલ્મ કેમ નથી આપી શક્યો એનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.
એણે લખ્યું, શાહરુખ ખાન અચ્છો અભિનેતા છે કે ? જવાબ મળશે હા. શું શાહરુખ ખાન સુપર સ્ટાર છે ? જવાબ મળશે હા. શું શાહરુખ ખાન સારો બિઝનેસમેન છે ? જવાબ મળશે હા.
પરંતુ એવો સવાલ પૂછવામાં આવે કે ઉત્તમ ફિલ્મ કોને કહેવાય એની બધી ખૂબીએા શાહરુખ ખાન જાણે છે ? જવાબ મળશે, ના. કમાલ ખાને લખ્યું છે કે શાહરુખની સાથે કેટલાક ટોચના ફિલ્મ સર્જકો પણ નિષ્ફળ નીવડયા. દાખલા તરીકે દિલવાલેમાં 1૦૦ કરોડની ફિલ્મો બનાવનારા તરીકે પંકાયેલો રોહિત શેટ્ટી નિષ્ફળ નીવડયો તો જબ હેરી મેટ સેજલ ફ્લોપ નીવડી ત્યારે ઇમ્તિયાઝ અલી પણ ફ્લોપ ગયો. એટલે કે ઉત્તમ ફિલ્મ બનાવવા માટેની બધી બાબતોથી શાહરુખ પરિચિત છે એમ નહીં કહી શકાય એવું કમાલ ખાને લખ્યું હતું.
સોશ્યલ મિડિયા પર ઘણા યુઝર્સ કમાલ ખાનની આ ટ્વીટ સાથે સંમત થયા હતા. જો કે કેટલાક યુઝર્સ નારાજ પણ દેખાયા હતા. એવા લોકોએ ટ્વીટ કરી હતી કે કમાલ ખાન શાહરુખને સલાહ આપવાની તમારી ઓકાત નથી. મૂંગા મરો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VK9gdp
via Latest Gujarati News
0 Comments