ઉનાળાના ડાયેટમાં શામેલ કરો આ 5 સુપર ફ્રુટ્સ

આમ તો હવે સુપરમાર્કેટનો કોન્સેપ્ટ આવ્યાં પછી સિઝનેબલ ફ્રૂટનીવાત જ નથી થતી. લગભગ દરેક ફ્રુટ દરેક સીઝનમાં મળે છે. જો કે આજે આપણે એ પાંચ ફ્રૂટ વિશે જાણીશું જે ઉનાળામાં અચુક ખાવા જોઈએ. પુષ્કળ પ્રમાણમાં પોશક તત્વોથી ભરપૂર આ મોસમી ફળ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે.


લીચી

લીચી ઉનાળામાં જ વતુ ફળ છે. લીચીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. સાથે જ વિટામિન સી, પોટેશિયમ અને નેચરલ શુગરનો પણ સારો સોર્સ છે. તેનું સેવન શરીરમાં પાણીના પ્રમાણને જાળવી રાખે છે. જેનાથી શરીર અને પેટને ઠંડક મળે છે. પાચનક્રિયાને સારી રાખવાની સાથે મગજના વિકાસમાં પણ તેની મહરત્વની ભૂમિકા હોય છે.

કેરી

ઉનાળાનું સૌથી પ્રિય ફળ એટલે કેરી. કેરી જેટલી સ્વાદિષ્ટ છે તેટલી જ ગુણકારી પણ છે.કાચી હોય કે પાકી કેરી, બંને ઉનાળામાં થતી બીમારીઓ સામે રક્ષણ પુરું પાડે છે.તે શરૂરને લૂથી બચાવે છે. બ્લડસર્ક્યુલેશન સરખુ રાખે છે. ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે અને પેટની તકલીફોથી બચાવે છે.


તરબુજ

ઉનાળામાં આવતું તરબુચ ઉત્તમ ફળ છે. તેમાં 95 ટકા પાણી હોય છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, વિટામિન સી, સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હાજર હોય છે. ઉનાળામાં તરબુજ ખાવાથી લૂ નથી લાગતી. તરબુચ ગરમીમાં રાહત આપે છે.

કાકડી

તરબુચની જેમ જ કાકડીમાં પણ ભરપૂર પાણી હોવાથી ઉનાળામાં શરીરને ઠંડક આપે છે. કાકડીમાં એન્ટી ઓક્સીડન્ટ, બી-કૈરોટીન, વિટામિન સી અને લ્યુટીન તત્વ હાજર હોય છે. આ તત્વ અનેક બીમારીઓ સહિત વધતી ઉંમરના લક્ષણોને પણ ધીમા પાડે છે.




from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PlCKvI
via Latest Gujarati News

Post a Comment

0 Comments