અખાત્રીજે સોનુ લેતાં પહેલા જાણી લો 5 વાતો

આ વર્ષે 7 મે 2019ના રોજ અખાત્રીજ ઉજવાશે. ભારતમાં આ દિવસને એટલો શુભ મનાય છે કે આ દિવસે કોઈપણ મુહુર્ત જોયા વિના શુભકાર્ય થઇ શકે છે. આ દિવસનો અર્થ થાય છે કદી ક્ષય એટલે કે નાશ ના થવો. તેથી જ લોકો લગ્ન, મકાનની ખરીદી માટે આ દિવસ પસંદ કરે છે. જો તમે આ અખાત્રીજે ઘરેણાં લેવાનું વિચારતા હોવ તો નીચેની ટિપ્સ ખાસ ધ્યાનમાં રાખો.


1. સોનાના ઘરેણાં ખરીદતાં પહેલા તેની શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો. આમ તો 24 કેરેટ સૌથી શુદ્ધ સોનું હોય છે પરંતુ ઘરેણા હંમેશા 22 કે 18 કેરેટના બને છે. તેથી ખરીદતા પહેલાં તેની ચકાસણી કરી લો. 

2. હંમેશા હોલમાર્ક ઘરેણાં જ ખરીદો. આ ઘરેણાં થોડા મોંઘા જરૂર હોય છે કારણકે આમાં એ ઘરેણાના પરિક્ષણનો ખર્ચ આવરી લેવામાં આવે છે. તેથી સોનુ ખરીદતા પહેલા હોલમાર્ક રેટ પણ અલગ-અલગ દુકાને તપાસી લો.

3. તમને ઘરેણાના મેકિંગ ચાર્જ વિશે ખબર હોવી જોઈએ. તેથી એવા ઘરેણાં લો જેનો મેકિંગ ચાર્જ ઓછો હોય. જેથી ઘરેણા વેચવા જાવ ત્યારે વધારે નુકસાન ના થાય.

4. ડિઝાઈન અને ટ્રેન્ડસ સતત બદલાયા કરે છે. તેથી ઘરેણાં ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેમાં કોઈ બાઈબ્રેક કે એક્સચેન્જ ઓફર છે કે નહીં.

5. જોખમની વાત કરીએ તો નાની દુકાનમાંથી સોનુ લેવું જોખમી હોઇ શકે છે. તેથી હંમેશા સારા સ્ટોર્સમાથી સોનુ ખરીદો અને બિલ અવશ્ય લો.



from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GJ4cQa
via Latest Gujarati News

Post a Comment

0 Comments