
નવી દિલ્હી, તા. 30 એપ્રીલ 2019, મંગળવાર
લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે પરંતુ EVMની વિશ્વસનિયતા પર હજી સવાલો ઊભા થઇ રહ્યાં છે. આંધ્રપ્રદેશ સરકારના ટેક્નિકલ સલાહકાર હરિપ્રસાદ વેમુરુ જણાવી રહ્યાં છે કે EVM કેવી રીતે હેક કરી શકાય છે. હૈદરાબાદની સંસ્થા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યૂનિકેશ એન્જીનિયર્સે એક કાર્યક્રમ આયોજીત કર્યો છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ વોટિંગ મશીન ઇન ધ ફેસ્ટિવલ ઓફ ડેમોક્રેસી નામના કાર્યક્રમમાં EVMની વિશ્વસનિયતા પર ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, આંધ્રપ્રદેશમાં 11 એપ્રીલના રોજ લોકસભાની ચૂંટણી દરમિયાન EVMમાં કથિતરીતે ગડબડના સમાચાર સામે આવ્યા હતા. મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂએ આ મામલે વિસ્તૃત ફરિયાદ ચૂંટણીપંચને કરી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પોતાને EVM એક્સપર્ટ ઓળખાવતા હરિ પ્રસાદ વેમુર પર કથિતપણે ચૂંટણીપંચના EVM ચોરવાનો આરોપ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DB5HPp
via Latest Gujarati News
0 Comments