આતંકી મસૂદ અઝહર મુદ્દે ભારતને મળી સફળતા, ચીનનું વલણ થયું નરમ


નવી દિલ્હી, તા. 30 એપ્રીલ 2019, મંગળવાર

આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના ભારતના પ્રયાસોમાં રોડા નાખી રહેલા ચીને નરમ વલણ અપનાવ્યું છે. ચીને આજે કહ્યું છે કે, તે મસૂદ અઝહરના મામલો ઉચિતપણે હલ કરશે. પરંતુ તે માટે કોઇ ચોક્કસ સમયમર્યાદા નથી આપી. ચીન તરફથી આ નિવેદન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની મુલાકાત બાદ આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, ચીન આ પહેલાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચાર વખત રોડા નાખી ચૂક્યું છે. માર્ચ મહિનામાં જ્યારે મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આવ્યો તો ચીને આ મામલો ટેક્નિકલ હોલ્ડ પર મુકી ભારતના પ્રયાસો પર પાણી ફેરવ્યું હતુ.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VBfK1c
via Latest Gujarati News

Post a Comment

0 Comments