
નવી દિલ્હી, તા. 30 એપ્રીલ 2019, મંગળવાર
વારાણસી લોકસભાની સીટ પરથી સમાજવાજદી પાર્ટીના ઉમેદવાર તેજ બહાદુર યાદવને ચૂંટણીપંચે નોટિસ મોકલી છે. BSFમાંથી બર્ખાસ્ત જવાન તેજ બહાદૂર યાદવે પહેલા અપક્ષ અને બાદમાં સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી ભરી હતી. જેમાં એકમાં તેમણે જણાવ્યુ હતું કે તેમને ભ્રષ્ટાચારના કારણે સેનામાંથી બર્ખાસ્ત કરવામાં આવ્યા હતા પરંતું બીજા નામાંકનમાં તેમણે તેની જાણકારી નહોતી આપી. મંગળવારે ઉમેદવારી પત્રોની તપાસ બાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ તેમને 1 મે સુધીમાં જવાબ આપવાનો સમય આપ્યો છે.
ચૂંટણીપંચનું કહેવું છે કે, જો તેજ બહાદુર યાદવ પ્રમાણ નહી આપી શકે તો તેમનું નામાંકન ફગાવી દેવામાં આવશે. આયોગ તરફથી જાહેર કરવામાં આવેલી નોટિસ પ્રમાણે તેજ બહાદુરે 24 એપ્રિલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે તેમણે શપથપત્રમાં જણાવ્યું હતું કે, હા તેમને ભ્રષ્ટાચારના કારણે નોકરીમાંથી બર્ખાસ્ત કરવામાં આવ્યા હતા, પરંતુ 29 એપ્રિલે બીજીવાર ઉમેદવારી નોંધાવી ત્યારે તેજ બહાદુરે આ કોલમમાં 'નહી' લખ્યું હતુ જેનો અર્થ તે છે કે તેમને ભ્રષ્ટાચારના કારણે નોકરીમાંથી નથી કાઢવામાં આવ્યા.
બંન્ને શપથપત્રોના આધારે જિલ્લા ચૂંટણી અધિકારીએ તેજ બહાદુરને નોટિસ મોકલી નોકરીમાંથી નિકળ્યા સંબંધિત પ્રમાણપત્રની માંગ કરી છે. આ પ્રમાણપત્ર તેજ બહાદુરે 1 મે સાંજે પાંચ વાગ્યા સુધીમાં જિલ્લા ચૂંટણી અધિકારીને જમા કરાવવું પડશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WiVJcY
via Latest Gujarati News
0 Comments