શ્રીલંકામાં આતંકવાદી હુમલાનો ખતરો હજી નથી ટળ્યો, અમેરીકાએ કહ્યું, હજુ સક્રિય છે આતંકીઓ


નવી દિલ્હી, તા. 30 એપ્રીલ 2019, મંગળવાર

શ્રીલંકામાં આતંકવાદી હુમલાનો ખતરો હજી નથી ટળ્યો, અમેરીકાએ શ્રીલંકાને ચેતવ્યું છે કે, શ્રીલંકામાં હજી આતંકવાદી હુમલા કરતા સંગઠનોના સભ્યો મોટાપાયે સક્રિય છે. અમેરિકન એમ્બેસીએ અહીં કહ્યું કે, શ્રીલંકાની સરકારના અનુરોધ પર અમેરીકાના સિક્યૂરિટી એક્સપર્ટ હાલના હુમલાઓના સંબંધમાં વિશિષ્ટ ઉદેશ્યને પૂર્ણ કરવા અને દોષિતોને સજા અપાવવા પર પોતાના શ્રીલંકાના ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યાં છે.

કોલંબો સ્થિત અમેરીકન એમ્બેસીના પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકાનું માનવું છે કે ઇસ્ટર પર આતંકવાદી હુમલા કરાવતા ગૃપોના સભ્યો હજુ પણ મોટાપાયે સક્રિય છે. પ્રવક્તાએ કહ્યું કે, અમેરીકન રાજદુત એલેના ટેપ્લિટ્સે પહેલા કહ્યું તે મુજબ શ્રીલંકા પર આતંકવાદનો ખતરો હજુ છે.


from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y0dqyz
via Latest Gujarati News

Post a Comment

0 Comments