લ્યો કરો વાત, આ દેશમાં ગાય વાપરે છે 5G ઈંટરનેટ


નવી દિલ્હી, 14 એપ્રિલ 2019, રવિવાર

ભારત સહિત અનેક દેશ એવા છે જ્યાં 5જી કનેકશનની શરૂઆત પણ થઈ નથી અને તેવામાં એક દેશ તેના 5જી કનેકશનના ઉપયોગ માટે ખૂબ ચર્ચામાં છે. 5જી કનેકશનની સ્પીડ એટલી હશે કે તેની કલ્પના પણ કોઈએ કરી નહીં હોય, ગણતરીની સેકન્ડમાં જ વીડિયો પણ ડાઉનલોડ થઈ શકે તેવી સ્પીડ 5જી આપશે. પરંતુ આ તમામ ખાસિયત વચ્ચે એક દેશ એવો પણ છે કે જ્યાં 5જીનો ઉપયોગ પ્રાણીઓ કરવા લાગ્યા છે. જી હાં ઈંગ્લેડની ગાયો 5જીનો ઉપયોગ કરી રહી છે અને તે પણ એક સ્માર્ટ તબેલામાં !

આ તબેલામાં દરેક કામ મશીનથી થાય છે. અહીં ગાયોને 5જી ડિલાઈસના કોલર પહેરાવવામાં આવ્યા છે. આ કોલરની મદદથી દૂધ કાઢવાનું કામ પણ રોબોટ કરે છે. આ રોબોટમાં તમામ ડેટા ઓટોફીડ કરેલા હોય છે. જ્યારે ગાય દૂધ આપવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે તે જાતે જ મશીન પાસે પહોંચી જાય છે અને મશીનને પણ ખ્યાલ હોય છે કે ગાયનું દૂધ કાઢવાનું છે. ગાયનું દૂધ નીકળી જાય ત્યારબાદ તેને ઘાસ પણ આપી દેવામાં આવે છે. 

દક્ષિણી ઈંગ્લેડના એગ્રી એપી સેન્ટરમાં 50 ગાયો છે. આ ગાયો પર ખાસ કોલર લગાવેલા છે. આ કોલર અને 5જી નેટવર્કથી ગાયોને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. મશીનોની મદદથી અહીં દરેક કામ કરવામાં આવે છે પરંતુ તેની સાથે ગાયોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે છે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P8KaSL
via Latest Gujarati News

Post a Comment

0 Comments