નવી દિલ્હી, તા. 14. એપ્રિલ 2019, રવિવાર
બિહારમાં ભાજપ અને જેડીયુના ગઠબંધન પર એઆઈએમઆઈએમ(ઓલ ઈન્ડિયા મજલિસે એ ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કટાક્ષ કરીને કહ્યુ છે કે, પીએમ મોદી અને નિતીશકુમારનો પ્રેમ તો લૈલા મજનુ કરતા પણ વધારે ગાઢ છે.
બિહારના કિશનગંજમાં લઘુમતીઓની નોધપાત્ર વસ્તીને જોતા ઓવૈસીએ અહીંયાથી પૂર્વ વિધાયક અક્ખતરુલ ઈમાનને પાર્ટીની ટિકિટ આપી છે.કિશનગંજમાં ઓવૈસીએ એક સભાને સંબોધન કર્યુ હતુ.
તેમણે કહ્યુ હતુ કે, મોદી અને નિતીશકુમારનો પ્રેમ બહુ મજબૂત છે.જોકે આ બેમાંથી લૈલા કોણ છે અને મજનૂ કોણ છે તે અંગે મને ના પૂછતા, તમે જાતે નક્કી કરજો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZcyAur
via Latest Gujarati News
0 Comments