IPL: બેંગ્લોરની જીત પણ વિરાટ કોહલીને ફટકારાયો 12 લાખનો દંડ

નવી દિલ્હી, તા. 14. એપ્રિલ 2019, રવિવાર

આઈપીએલની વર્તમાન સિઝનમાં વિરાટ કોહલીની ટીમ બેંગ્લોર રોયલ ચેલન્જર્સને પહેલી જીત મળી છે.

લગાતાર 6 હાર બાદ ગઈકાલે મોહાલીમાં પંજાબ કિંગ્સ ઈલેવન સામે બેંગ્લોરનો વિજય થયો હતો.જોકે સ્લો ઓવર રેટ બદલ કોહલીને 12 લાખ રુપિયા દંડ ફટકારવામાં આવ્યો છે.

સ્લો ઓવર રેટ બદલ આ પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંક્ય રહાણે અને મુંબઈના કેપ્ટન રોહિત શર્માને પણ દંડ થયેલો છે.

ગઈકાલે, શનિવારે મળેલી જીત બાદ કોહલીએ કહ્યુ હતુ કે, અત્યાર સુધી ટીમે નિરાશાજનક પ્રદર્શન કર્યુ છે પણ હવે ટીમના ખેલાડીઓ સારુ પ્રદર્શન કરવા આતુર છે.મેચ જિત્યા પછી ઈન્ટરવ્યૂ આપવાનુ સારુ લાગી રહ્યુ છે.પાછલી કેટલીક મેચોમાં નસીબ પણ અમારી સાથે નહોતુ.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xc2vB8
via Latest Gujarati News

Post a Comment

0 Comments