
નવી દિલ્હી, 14 એપ્રિલ 2019, રવિવાર
ઈજિપ્તની એક કંપનીએ અમલમાં મુકેલા એક નિયમની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. આ નિયમનું પાલન શરૂ થયા બાદ અન્ય દેશમાં પણ સરકાર પાસે આ નિયમને તમામ કંપનીમાં લાગૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ઈજિપ્તની એક કંપનીએ પોતાની મહિલા કર્મચારીઓ માટે ખાસ નિયમ બનાવ્યો છે કે તેમને માસિક સમયે પેડ લીવ આપવામાં આવે. દર મહિને મહિલાઓને માસિક સમયે દુખાવા સહિતની સમસ્યાઓ થતી હોય છે આવા સમયમાં મહિલાઓને એક દિવસની પેડ લીવ આપવામાં આવશે.
આ નિયમની ચર્ચા અને વખાણ બ્રિટન સરકારએ પણ કર્યા છે. આ ઉપરાંત સરકારે ઈજિપ્ત જેવો નિયમ અન્ય કંપનીઓમાં પણ લાગૂ થાય તેવી અપીલ કરી છે. આ રજા માટે મહિલાઓએ મેડિકલ સર્ટિફિકેટ જેવા કાગળ રજૂ કરવાની જરૂર પડશે નહીં. કંપની માને છે કે તેમના કર્મચારી આ રજાનો ગેરલાભ નહીં ઉઠાવે.
મહત્વપૂર્ણ છે કે માસિક સમયે રજાનો નિયમ જાપાન, સાઉથ કોરિયા, તાઈવાન, ઈંડોનેશિયા જેવા દેશોમાં પહેલાથી જ છે. એટલું જ નહીં ભારતની પણ કેટલીક કંપનીઓમાં આ પ્રકારની રજા આપવામાં આવે છે. વર્ષ 2015માં પહેલીવાર જાંબિયામાં પહેલીવાર આ રજાની શરૂઆત કરવામાં આવી હતી. જાપાનમાં 1947થી આ નિયમ લાગૂ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Go5j93
via Latest Gujarati News
0 Comments