ચૂંટણી પહેલા ફેસબુકનું મોટું પગલું, કોંગ્રેસ સાથે જોડાયેલા 687 પેજ હટાવ્યા


નવી દિલ્હી, તા. 01 એપ્રીલ 2019, સોમવાર

ભારતમાં સામાન્ય ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા વેબસાઇટે મોટું પગલું ભર્યું છે. ફેસબુકે કોંગ્રેસ સાથે જોડાયેલા 687 એકાઉન્ટ અને લીંક હટાવવા જઇ રહી છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે ફેલબુકે કોંગ્રેસ સાથે જોડાયેલા 687 પેજ અને લીંક હટાવશે. આ સિવાય ફેસબુકે પાકિસ્તાની સેનાના કર્મચારીના 103 એકાઉન્સ પણ બંધ કર્યાં છે.

ફેસબુક પ્રમાણે કોંગ્રેસે પાર્ટીના આ પેજ પર ખોટી ખબરોના કારણે બંધ કર્યાં છે. ફેસબુકે દુનિયામાં પહેલીવાર કોઇ પાર્ટી વિરુદ્ધ આટલું મોટું પગલું ભર્યું છે. ફેસબુકના દુનિયામાં સૌથી વધારે ભારતમાં 30 કરોડથી વધારે યૂઝર્સ છે.

ફેસબુકે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, તપાસમાં જાણવા મળ્યું કે યૂસર્સે નકલી એકાઉન્ટનો ઉપયોગ કરી અને પોતાના કંટેન્ટનો પ્રસાર કરવા અંગેજમેન્ટ વધારવાનો પ્રયાસ કરવા માટે જુદાં-જુદાં ગૃપમાં સામેલ થયા. તેમની પોસ્ટમાં સ્થાનિક સમાચાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ જેવા તેમની રાજકિય વિરોધીઓની ટીકા છે.

ફેસબુક પર સાઇબરસ્પેસ પોલીસીના પ્રમુખ નથાનિએલ ગ્લીકરે એક નિવેદનમાં કહ્યું, આ પ્રયાસ પાછળ રહેલા લોકોએ પોતાની ઓળખ છૂપાવવાનો પ્રયાસ કર્યો, અમારી સમીક્ષામાં જોવા મળ્યું કે આ એક કોંગ્રેસના IT સેલ સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે જોડાયેલા હતા. ફેસબુક તેમના વ્યવહારના આધાર પર એકાઉન્ટ હટાવે છે નહી કે તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલા કંટેન્ટ પર.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uF2Jom
via Latest Gujarati News

Post a Comment

0 Comments