નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2019, બુધવાર
ઉત્તરપ્રદેશના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા એન.ડી. તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીનું મંગળવારે સાંજે અચાનક મૃત્યુ નીપજ્યું. રોહિત શેખર તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને મૃત અવસ્થામાં મળ્યા. તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં.
40 વર્ષીય રોહિત શેખરે 6 વર્ષ લાંબી ચાલેલી કાનૂની લડાઇ બાદ એન.ડી. તિવારીના પુત્ર હોવાનો અધિકાર મેળવ્યો હતો. વર્ષ 2008માં પહેલી વખત રોહિતે દાવો કર્યો હતો કે નારાયણ દત્ત તિવારી તેમના બાયોલોજિકલ પિતા છે અને કોર્ટના આદેશ બાદ એન.ડી. તિવારીએ ડીએનએ સેમ્પલ ટેસ્ટ માટે આપવું પડ્યું હતું. એન.ડી. તિવારીએ શેખરનો કેસ ફગાવી દેવાની માંગ કરી હતી પરંતુ કોર્ટે તેનો અસ્વીકાર કર્યો હતો. છેવટે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો રોહિત શેખરના પક્ષમાં આવ્યો હતો.
ડીએનએ ટેસ્ટમાં સાબિત થયું હતું કે એન.ડી. તિવારી જ રોહિત શેખરના જૈવિક પિતા હતાં. 6 વર્ષ ચાલેલા કેસમાં હાર મળ્યા બાદ છેવટે 2014માં એન.ડી. તિવારીએ રોહિત શેખરનો પોતાના પુત્ર તરીકે સ્વીકાર કર્યો હતો. એ પછી 14 મે, 2014ના દિવસે એન.ડી. તિવારીએ લખનઉમાં રોહિતના માતા ઉજ્જવલા સાથે કાયદેસરના લગ્ન કર્યાં હતાં. 18 ઓક્ટોબર 2018ના દિવસે એન.ડી. તિવારીનું અવસાન થયું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V8GN3G
via Latest Gujarati News
0 Comments