કર્ણાટકમાં જનતા દળ(યુ) સાથે સંકળાયેલા લોકોના રહેઠાણ પર આવક વેરાના દરોડા


(પીટીઆઇ) બેંગલુરૂ, તા.16 એપ્રિલ, 2019, મંગળવાર

આવક વેરા વિભાગે આજે માંડયા અને હાસન જિલ્લાઓમાં પૂર્વ વડા પ્રધાન એચ.ડી.દેવે ગૌડાના પ્રૌત્રો ચૂંટણી લડે છે ત્યાં કેટલીક જગ્યાએ દરોડા પાડયા હતા.

 આવક વેરા વિભાગે ખૂબ જ સાવચેતી રાખી બંને જગ્યાએ દરોડા પાડયા હતા જ્યાંથી નિખિલ કુમારસ્વામી અને પ્રજવલ રાવન્ના પહેલી જ વાર લોકસભાની ચૂંટણી લડે છે.આવક વેરા વિભાગના સ્ત્રોતોના જણાવ્યા અનુસાર ૧૫-૧૫ સભ્યોની ચાર ટુકડીઓએ જદયુ સાથે સંકળાયેલા લોકોના ઘરે અને ફેકટરીમાં દરોડા પાડયા હતા.

આવક વેરા વિભાગ સાથે સીઆરપીએફની ટુકડીઓ પણ લઇ જવામાં આવી હતી. જદયુ  અને કોંગ્રેસે કહ્યું હતું કે આ તો બદલાની રાજનીતી છે.

ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરૃપયોગ કરે છે અને બદલાનું રાજકારણ રમે છે.૨૮ માર્ચે બંને પક્ષના નેતાઓ મુખ્ય પ્રધાન એચડી કુમારસ્વામી અને પૂર્વ મુખ્ય મંત્રી સિધ્ધારમૈયાના નેતૃત્વ હેઠળ ઘરણા કર્યા હતા.દરમિયાન આવક વેરા વિભાગે એક નિવેદનમાં કહ્યું હતું કે હાસન અને માંડયા જિલ્લાઓમાં તેમની ટુકડીઓએ દરોડા પાડયા હતા.

'આજે જેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા તેઓ રિયલ એસ્ટ્ટેટ, ક્વોરીંગ, પેટ્રોલ બંક્સ, સો મિલ અને સહકારી મંડળીઓના સંચાલન સાથે સંકળાયેલા હતા. આ એવા ક્ષેત્રો છે કે જ્યાં કાળા નાણા મળવાની શક્યતા હોય છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XiPl5s
via Latest Gujarati News

Post a Comment

0 Comments