૧ ફૂટ લાંબી અને ૪ કિલો વજન ધરાવતી નૂરજહા કેરી


ઉનાળામાં કેરીની અનેક વેરાયટીઓના માર્કેટમાં ભાવતાલ થાય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ૧ ફૂટ લાંબી અને ૪ કિલો વજન ધરાવતી નુરજહા નામની કેરીની જાત લૂપ્ત થતી જાય છે. એક સમય એવો પણ હતો જયારે આ કેરી આંબાના વૃક્ષ પર લટકતી હોય ત્યારે જે તેનું એડવાન્સ બુકિંગ થઇ જતું હતું.

નુરજહા કેરીને જાન્યુઆરી મહિનામાં નાના ફળ બેસવાનું શરુ થાય છે અને મે મહિના સુધીમાં પાકીને તૈયાર થઇ જાય છે. નવાઇની વાત તો એ છે કે એક નંગ કેરીની કિંમત ૨૦  કે ૨૫ રુપિયા નહી પરંતુ પુરા ૫૦૦ થાય છે  જો કે આ જાતની એક કેરીનું વજન સતત ઘટતું જાય છે. સરેરાશ ૩ થી ૪ કિલો વજન ધરાવતી આ કેરીની ગોટલીનું વજન ૨૫૦ થી ૩૦૦ ગ્રામ હોય છે.નુરજહા કેરીના આંબાની ઉંચાઇ માત્ર આઠ ફૂટથી વધારે હોતી નથી.

 

ઋતુચક્ર અને વાયુમાં થતા પરીવર્તનના લીધે હવે નુરજહાના ફળ નાના થતા જાય છે. શિયાળામાં અતિ ઠંડી અને ઉનાળામાં અતિ ગરમી તથા અનિશ્ચીત વરસાદ વાવાઝોડા સામે નુરજહાની તબિયત બગડતી જાય છે. એક સમયે અફધાન મૂળની ગણાતી આ કેરીની વિદેશમાં પણ ખૂબ નિકાસ થતી હતી.દેશમાં આ કેરીનું વાવેતર અને ઉત્પાદન મધ્યપ્રદેશના ઇન્દોરથી ૨૫૦ કિમી દૂર અલીપુરરાજ જિલ્લાના કઠીવાડા વિસ્તાર પુરતુ સિમિત બની ગયું છે. આ વિસ્તારમાં નુરજહાં કેરીના ગણ્યા ગાંઠયા માંડ ૪ આંબા જ બચ્યા છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર એક સમયે એક આંબા પર ૪૦૦ કેરીઓ બેસતી હતી તે ઘટીને ૭૫ જેટલી થઇ છે. અકાળે ડાળીઓ સૂકાઇ જવાની અને અકાળે કેરી ખરી પડવાનું પ્રમાણ પણ વધતું જાય છે. સ્થાનિક લોકોનું માનવું છે કે એક સમયે નુરજહા કેરીનું વજન ૭ કિલો સુધી પણ જોવા મળતું હતું. કેરીની ૨ હજારથી પણ વધુ પણ સ્થાનિક જાતો છે પરંતુ મધ્યપ્રદેશની ઓળખ સમી મલ્લિકા એ આમ ના સંરક્ષણ માટે સરકાર પણ ચિંતિત બની છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VaZboB
via Latest Gujarati News

Post a Comment

0 Comments