
મુંબઈ, 11 મે 2019, શનિવાર
ટીવી ઈંડસ્ટ્રીમાં એવી અનેક અભિનેત્રીઓ છે જેમણે નાની ઉંમરમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. આ અભિનેત્રીઓ પોતાની સુંદરતા અને અભિનયથી લોકોના દિલ પર રાજ કરે છે. જો કે નાની ઉંમરની આ અદાકારાઓ ટીવી ઈંડસ્ટ્રીની સીનિયર અભિનેત્રીઓ કરતાં પણ વધારે ફી વસુલ કરે છે. કઈ કઈ છે આ અભિનેત્રીઓ જાણી લો.
અવનીત કૌર
અવનીત કૌર સબ ટીવી પર આવતા શો અલાદીનમાં રાજકુમારી જાસ્મીનનું પાત્ર ભજવે છે. આ શોની ટીઆરપી અને ફેન ફોલોઈંગ જેટલી વધારે છે તેટલી જ વધારે અવનીત કૌરની ફી પણ છે. અવનીત હાલ 17 વર્ષની જ છે પરંતુ તે એક દિવસની શૂટિંગના 30 હજાર રૂપિયા લે છે.
જન્નત જુબૈર રહમાની
કલર્સ ચેનલ પર આવતા શો તૂ આશિકીથી લોકપ્રિય થયેલી અભિનેત્રી છે જન્નત. જન્નત નાની ઉંમરમાં પ્રખ્યાત થઈ છે . રીપોર્ટ અનુસાર જન્નત એક એપિસોડના 40 હજાર રૂપિયાની ફી લે છે.
અદિતિ ભાટિયા
સ્ટાર પ્લસના સૌથી લોકપ્રિય શો યે હૈ મોહબ્બતેંથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી છે અદિતિ. અદિતિ આ શોમાં રુહીનું પાત્ર ભજવે છે. અદિતિ 19 વર્ષની છે અને તે એક એપિસોડના 50 હજાર રૂપિયાનો ચાર્જ કરે છે.
રીમ શેખ
રીમ શેખ ઝી ટીવી પર આવતા શો તુમસે હૈ રાબતામાં મુખ્ય પાત્ર ભજવે છે. તે 15 વર્ષની ઉંમરે પણ એક એપિસોડના 25 રૂપિયા ચાર્જ કરે છે.
અનુષ્કા સેન
બાલવીર શોમાં અનુષ્કા મહેરનું પાત્ર ભજવી લોકપ્રિય થઈ હતી. અનુષ્કા હાલ ઝાંસી કી રાની સીરિયલમાં જોવા મળે છે. અને તે એક એપિસોડ માટે 48 હજાર રૂપિયાની ફી વસુલે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E315Sz
via Latest Gujarati News
0 Comments