
મુંબઈ, 11 મે 2019, શનિવાર
બોલિવૂડમાં કેટલાક પરીવાર અને ખાનદાન તેમની સરનેમથી ખૂબ પ્રખ્યાત છે. આ પરીવારના સભ્યો વર્ષોથી બોલિવૂડમાં આગવી ઓળખ ધરાવે છે. બોલિવૂડમાં પ્રખ્યાત પરીવારોમાં કપૂર પરીવાર, ખાન પરીવારનો સમાવેશ થાય છે. પરંતુ આજે તમને બોલિવૂડના એવા સુપરસ્ટાર્સ વિશે જાણવા મળશે કે જેમણે બોલિવૂડમાં એક ઓળખ બનાવી છે પરંતુ પોતાના નામ સાથે અટક ક્યારેય જોડી નથી.
ધર્મેન્દ્ર
બોલિવૂડના હી મેન તરીકે ઓળખાય છે ધમેન્દ્ર. તેમણે બોલિવૂડમાં લાંબો સમય કામ કર્યું છે. પરંતુ ક્યારેય પોતાના નામ સાથે સરનેમનો ઉપયોગ કર્યો નથી. તેમનું સાચું નામ ધરમ સિંહ દેઓલ છે પરંતુ તે બોલિવૂડમાં ધર્મેન્દ્ર તરીકે જ પ્રખ્યાત થયા છે.
ગોવિંદા
90ના દાયકાના સુપરસ્ટાર એટલે ગોવિંદા, પોતાના અભિનય અને ડાન્સથી લાખો લોકોના હૃદયમાં સ્થાન બનાવનાર ગોવિંદા પણ નામ સાથે અટક નથી જોડતા. તેમનું સાચું નામ ગોવિંદા અરુણ આહૂજા છે.
કાજોલ
કાજોલ પણ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે અજય દેવગન સાથે લગ્ન કર્યા છે. જો કે લગ્ન પહેલા અને પછી પણ કાજોલ તેના નામ સાથે અટક નથી જોડતી. કાજોલ ફિલ્મજગતમાં તેના નામથી જ પ્રખ્યાત થઈ છે. તેમનું નામ કાજોલ મુખર્જી છે.
તબ્બૂ
બોલિવૂડમાં શાનદાર અભિનય માટે જાણીતી અભિનેત્રી તબ્બૂ ખાસ ઓળખ ધરાવે છે. પોતાની કારર્કિદીની શરૂઆતથી જ તે તબ્બૂ તરીકે પ્રખ્યાત છે. જો કે તેનું સાચું નામ તબસ્સુમ હાશમી છે.
રેખા
રેખા બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તેમણે બોલિવૂડને શાનદાર ફિલ્મો આપે છે. રેખાનું સાચું નામ ભાનુરેખા ગણેશન છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VRoWyM
via Latest Gujarati News
0 Comments