ઐશ્વર્યા રાય બચ્ચન જેવી જ દેખાય છે આ ઈરાની મોડલ, pics થયા વાયરલ


મુંબઈ, 11 મે 2019, શનિવાર

દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાંથી એક છે ઐશ્વર્યા રાય બચ્ચન. ઐશ્વર્યા રાય બચ્ચન વર્ષ 1994માં મિસ વર્લ્ડ બની હતી અને ત્યારથી આજ સુધીમાં તેમની સુંદરતા યથાવત રહી છે. ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાની સરખામણી આજ સુધી કોઈ સાથે કરવામાં આવી ન હતી. પરંતુ થોડા સમયથી સોશિયલ મીડિયા પર એક ઈરાની મોડલની તસવીરો વાયરલ થઈ રહી છે જેને ઐશ્વર્યા રાય બચ્ચનની કાર્બન કોપી ગણવામાં આવી રહી છે. 

ઐશ્વર્યા રાય બચ્ચન જેવી દેખાતી મોડલનું નામ મહલાધા જબેરી છે. ઈરાની મોડલ મહલાધાના ઈંસ્ટાગ્રામ પર 27 લાખ ફોલોવર્સ છે. તેણે શેર કરેલી તસવીરોની સરખામણી ઐશ્વર્યા સાથે થાય છે અને તેને લોકો એકબીજાની કાર્બન કોપી ગણાવે છે. મહલાધાની આંખ, નાક, હેર સ્ટાઈલ વગેરે ઐશ્વર્યા રાય જેવા દેખાય છે. મહત્વપૂર્ણ છે કે એક મેગેઝીનએ મહલાધાને દુનિયાની સૌથી સુંદર મહિલા ગણાવી હતી. જો કે સોશિયલ મીડિયા પર થતી ચર્ચાઓ પર ઐશ્વર્યા રાય બચ્ચનએ હાલ સુધી તો કોઈ પ્રતિક્રિયા આપી નથી. 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PXx9Mm
via Latest Gujarati News

Post a Comment

0 Comments