આ બ્રિટીશ મહિલાએ ભારતમાં ફોલિક એસિડની શોધ કરી હતી


ફોલિક એસિડનો ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. આ અંગે હીમાટોલોજિસ્ટ (રુધિર રોગ નિષ્ણાત) લૂસી વિલ્સને ઇસ ૧૯૨૮માં લંડનથી મુંબઇ આવીને ગર્ભવતી મહિલાઓમાં એનિમિયા અંગેનું સંશોધન કર્યુ હતું તેના ફળ સ્વરુપ ફોલિક એસિડની શોધ થઇ હતી. આ શોધથી બાળકોમાં જન્મની સાથે જ જોવા મળતી ખામી અટકાવી શકાય છે. આથી જ તો ૧૦ મે ના રોજ ગૂગલે લૂસી વિલ્સની ૧૩૧માં જન્મ દિવસે ડૂડલ બનાવીને યાદ કર્યા હતા. 

૧૯૩૦ના દાયકાની  શરુઆતમાં લૂસી વિલ્સે ભારતમાં ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં જોવા મળતા માઇક્રોસિટિક એનીમિયા સંદર્ભમાં ખૂબજ મહત્વનું સંશોધન કાર્ય કર્યુ હતું. તેમણે મુંબઇમાં ટેક્ષટાઇલ ઉધોગમાં કામ કરતી ગર્ભવતી મહિલાઓ પર રિસર્ચ દરમિયાન યિસ્ટમાંથી મળતા પોષણ સંબંધી કારક મળ્યું હતું. આ કારક લોહીના વિકારને અટકાવીને સુધારો લાવવાનું કામ કરે છે. આ અર્કની ઓળખ એ પછી ફોલિક એસિડ તરીકે થઇ હતી.

આ અર્કનો પ્રથમ પ્રયોગ વાનર પર કરવામાં આવ્યો જેમાં સકારાત્મક પરીણામ મળ્યું હતું આ અર્કનું વિલ્સ ફેકટર નામ આપવામાં આવ્યું હતું. જે ઘણા વર્ષો સુધી રહયું જેને ઇસ ૧૯૪૧માં ફોલિક એસિડ નામ આપવામાં આવ્યું હતું. ફોલિક એસિડ એક પ્રકારે વિટામિન બી છે. જે કુદરતી રીતે લીલા શાકભાજી અને સાઇટ્રસ વર્ગના ફળોમાંથી મળે છે.  લૂસી વિલ્સનું એપ્રિલ ૧૯૬૪માં અવસાન થયું હતું. મોટે ભાગે ખાટા ફળોમાં ફોલિક એસિડ મળે છે.

બ્રિટનમાં ઇસ ૧૮૮૮માં બર્મિગહામ પાસે લૂસી વિલ્સનો જન્મ થયો હતો. તેણે મહિલાઓ માટેની ખાસ બોર્ડિગ સ્કૂલમાં ગણિત અને વિજ્ઞાાનનું શિક્ષણ મેળવ્યું હતું. ૧૯૧૧ માં કેમ્બિજ યૂનિવર્સિટીમાંથી બોટની અને ઝૂઓલોજીની ડિગ્રી મેળવી હતી.૧૯૧૫માં લંડન સ્કૂલ ઓફ મેડિસિન ફોર વીમેનમાં પ્રવેશ મેળવ્યો હતો. ઇસ ૧૯૨૦માં તે સત્તાવાર રીતે મેડિકલ પ્રેક્ટિશનર બની હતી.  મુંબઇ ખાતે તેમના સંશોધન કાર્યના કારણે ભારત સાથે ગાંઢ નાતો રહયો હતો.




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vPtFCf
via Latest Gujarati News

Post a Comment

0 Comments