
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 10 મે 2019, શુક્રવાર
હૃતિક રોશન અને કંગના રનૌતની આવનારી ફિલ્મની રિલીઝ એક જ તારીખે બોક્સ ઓફિસ પરટકરાતી હતી. તેથી અભિનેતાએ પોતાની ફિલ્મની રિલીઝ તારીખમાં બદલાવ કરવાનો નિર્ણય લીધો છે.
૪૫ વર્ષીય અભિનેતાએ કંગનાનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, '' આ નિર્ણય લેવાનું ખાસ કારણ મને માનસિક તાણથી દૂર રાખવાનું છે. મારી ફિલ્મ રિલીઝ માટે તેયાર હોવા છતાં હું તેની તારીખમાં ફેરફાર કરી રહ્યો છું. મેં મારા નિર્માતાને આ વાતની વિનંતી કરી હતી, અને તેઓએ એને માન્ય રાખી છે. જલદી જ નવી તારીખની ઘોષણા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, હૃતિકની 'સુપર ૩૦ અને કંગનાની મેન્ટલ હૈ ક્યા' એક જ દિવસે રિલીઝ થઇ રહી છે. કંગનાની ફિલ્મને એકતા કપૂર નિર્માણ કરી રહી છે અને તેણે પોતાની ફિલ્મની તારીખ બદલવાનો ઇનકાર કર્યો હતો.
હૃતિક કંગના સાથે કોઇ વિવાદમાં જોડાવા માનતો નથી. તેનો અને કંગનાનો વિવાદ એક સમયે બહુ લાંબો ચાલ્યો હતો. તેથી અભિનેતા હવે આ અભિનેત્રીથી પોતાને દૂર રાખવા માંગે છે. પરંતુ વિવાદ માટે જાણીતી થયેલી કંગના તક મળે હૃતિક પર પણ ટીપ્પણી કરતાં અચકાતી નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jw7yJi
via Latest Gujarati News
0 Comments