(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 10 મે 2019, શુક્રવાર

સિંગાપોરના મેડમ તુસાદના વેક્સ મ્યુઝિયમમાં બોલીવૂડના ઘણા એકટર્સોના મીણના પૂતળા મુકાઇ ચુક્યા છે. થોડા સમય પહેલા કરણ જોહરનું પણ પૂતળું મુકવામાં આવ્યું હતું. જેનું લાઇવ સ્ટ્રીમીંગ પણ થયું હતું. હવે શાહિદ કપૂરનું પૂતળું મુકવાની તૈયારી થઇ રહી છે. 

શાહિદ કપૂરે ટ્વિટર પરના પોતાના એકાઉન્ટ પર આ વાત શેયર કરી છે. તેણે પોતાની તસવીર સાથે ટ્વિટ કર્યું છે કે, સાત દિવસ બાદ સિંગાપોરના વેક્સ મ્યુઝિયમમાં તેના મીણના પૂતળાનું અનાવરણ કરવામાં આવશ.તેણે સોશિયલ મીડિયાપર  પોતાના પૂતળાની તૈયારી થતી હોય તેવી તસવીર પણ મુકી છે.  

શાહિદે આગળ વધુ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે,'' મેડમ તુસાદમાં ઘણા મહાન કલાકારો અને વિભૂતિઓના પુતળા મુકવામાં આવ્યા છે. એવામાં તેનું વેક્સ સ્ટેચ્યુ મુકાય તે સમ્માનજનક છે. હું આ તક મળવાથી સ્વયંને ભાગ્યશાળી માનું છું. ''

શાહિદની કારકિર્દીની વાત કરીએ તો તે હાલ તેલુગુ ફિલ્મ'અર્જુન રેડ્ડી'ની હિંદી રીમેક કબીર સિંહમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની જોડી કિયારા અડવાણી સાથે બની છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JbGY97
via Latest Gujarati News