રાજ કુમાર રાવ અને મૌની રોય રૂપેરી પડદે ગુજરાતી લોક ગીત પર થિરકશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 10 મે 2019, શુક્રવાર

રાજ કુમાર રાવઅને મોની રોય આગામી ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ એક જાણીતા ગુજરાતી લોકગીતનર્રિક્રેએટ કરશે. આ ગીતનું શૂટિંગ ત્રણ દિવસ સુધી મુંબઇના પવઇ સ્ટુડિયોમાં કરવામાં આવશે. 

ફિલ્મની નજીકની વ્યક્તિએ જણાવ્યુ ંહતું કે, ફિલ્મનું કામ પુરું થઇ ગયું પછી  દિગ્દર્શક દિનેશ વિઝને રાજ કુમાર રાવ અને મૌની રોય પર એક ગીતનું ફિલ્માંકન કરવાનો નિર્ણય લીધો. આ ફિલ્મમાં તેઓગુજરાતી યુગલ તરીકે જોવા મળવાના હોવાથી ગુજરાતીનું લોકપ્રિય લોક ગીત 'ઓઢણી ઓઢું તો' પર શૂટિંગ કરવામાં આવશે. જોકે આ ગીતને યુવાન દર્શકોને ધ્યાનમાં રાખીને રિક્રિએટ કરવામાં ાવશે. 

ફિલ્મના દિગ્દર્શકે આ વાતનું સમર્થન આપતાં જણાવ્યુ ંહતુ ંકે, '' હા, અમે રાજ અને મૌની પર એક ગીતનું શૂટિંગ કરવાના છે. જોકે અમારે હજી ગાયક અને  ટ્રેકનું સ્ક્રેચ વર્ઝન બાકી છે. આ ફિલ્મમમાં ગુજરાતી યુવકની વાત છે,જે વ્યવસાય અર્થે ચીન  જાય છે અને સફળ થઇને આવે છે. મોની આ ફિલ્મમાં મુંબઇમાં રહેતી યુવતીનું પાત્ર ભજવે છે જે રાજ સાથે પરણીને ગુજરાતમાં ઠરીઠામ થાય છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PZMgoq
via Latest Gujarati News

Post a Comment

0 Comments