મુંબાદેવીના દર્શને આવેલા રોબર્ટ વાડ્રા સામે મોદી જિંદાબાદના નારા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 10 મે 2019, શુક્રવાર

અત્યારે દેશમાં એકતરફ ચૂંટણીનો માહોલ ચાલું છે અને મહત્ત્વના બે રાજકીય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો છે ત્યારે કૉંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રા આજે મુંબઈના પ્રસિદ્ધ ગ્રામમાતા મુંબાદેવીના દર્શને પહોંચ્યા હતાં. પરંતુ વાડ્રા દર્શન બાદ પાછા ફરી રહ્યા હતાં ત્યારે મંદિરના પરિસરમાં રહેલાં લોકોએ તેમની સામે મોદી-મોદીની ઘોષણા કરી હતી. એ વખતે વિવિધ માધ્યમોએ રૉબર્ટ વાડ્રા સાથે સંવાદ સાધવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમણે કોઈ રાજકીય વક્તવ્ય આપવાનું ટાળી ત્યાંથી પાછા પરવાનું યોગ્ય માનીને પાછા ફર્યા હતાં.

પ્રાપ્ત વિગતાનુસાર, વાડ્રા દર્શન કરી પાછા આવી રહ્યા હતાં ત્યારે લોકોએ મોદી-મોદીના નામની ઘોષણા કરી હતી. જોકે જેમણે આવી ઘોષણા કરી હતી તેમને આ બાબતે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, અમને ફરી મોદી સરકાર જોઈએ છે, આથી અમે તેમના નામની ઘોષણા કરી છે. જોકે ઘોષણા કરનારા લોકો સત્તાધારી પક્ષના કાર્યકર્તા છે કે કેમ તે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, અમે ભાજપને માનનારા લોકો છીએ. અમે જાતે આ ઘોષણાઓ કરી છે, અમને આવું કરવા માટે કોઈના દ્વારા કહેવામાં આવ્યું નથી.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધી બદ્દલ આપેલ વિધાનને કારણે રાજકારણ ગરમાયું છે, એ બાબતે માધ્યમોએ રૉબર્ટ વાડ્રાને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, હું મંદિરમાં દેવદર્શન કરવા આવ્યો છું, અને સારી રીતે દર્શન થયાં છે. આથી હું આ સમયે રાજકારણ વિશે કંઈ બોલીશ નહીં. 

કંઈપણ કહો પરંતુ એકપક્ષના માનીતા વ્યક્તિ સામે જ્યારે જનતા વિપક્ષના હાથ પકડી તેમનો નારકો લગાડે ત્યારે તે વ્યક્તિ માટે એ પરિસ્થિતીએ ત્યાં ઉપસ્થિત રહી કંઈપણ બોલવું કે એ ગડીનો સામનો કરવો દુષ્કર બની જતો હોય છે, એ સ્પષ્ટપણે આ ઘટના પરથી જોવા મળ્યું છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30ajVk9
via Latest Gujarati News

Post a Comment

0 Comments