મહારાષ્ટ્રમાં હવેથી દૂધ પ્લાસ્ટિકની થેલીને બદલે 'પેટ' બોટલમાં આવશે?


(પ્રતિકાત્મક તસવીર)

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.10 મે 2019, શુક્રવાર

રાજ્યમાં પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ હોવાથી દૂધનો પૂરવઠો 'પેટ' બાટલીઓમાં કરવાનો વિચાર ઉત્પાદકો કરી રહ્યાં છે. આથી દુધના ભાવમાં લિટર દીઠ ત્રણથી ચાર રુપિયાનો વધારો થઈ શકે છે. રાજ્યમાં દૈનિક એક કરોડ ૭૦ લાખ લિટરથી વધુ દૂધ ઉત્પાદન થાય છે. તેમાંથી દરરોજ એક કરોડ દસ લિટરથી વધુ દૂધ પ્લાસ્ટિકની આશરે બે કરોડથી વધુ થેલીઓમાં પેક કરીને ગ્રાહકો સુધી મોકલવામાં આવે છે. આથી પ્લાસ્ટિકને બદલે અન્ય ટકાઉ અને પર્યાવરણને ફાયદાકારણ ઉપાય યોજવો જરુરી છે.   

રાજ્યમાં પ્લાસ્ટિક પ્રતિબંધ લાગુ કરાતાં દૂધ માટે વપરાતી પ્લાસ્ટિકની થેલીઓ પર ઉત્પાદકોએ પ્રક્રિયા કરવી ફરજિયાત કરાયું હતું. પરંતુ ગ્રાહકો પાસેથી પ્લાસ્ટિકની તે થેલીઓ પરત મેળવવી એ મોટું આવાહન હોવાથી 'પેટ' બાટલીઓ અને ટેેટ્રાપેકનો પર્યાય આગળ ધરાયો હતો. છતાંય એક લિટરના ટેટ્રાપેક માટે છથી સાત રુપિયાનો ખર્ચ આવી શકે તેમ છે. વપરાયેલ ટેટ્રાપેક પર પ્રક્રિયા કરવી પણ અઘરી હોય છે. તેમજ એક લિટરની પેટ બાટલી માટે ત્રણથી ચાર રુપિયાનો ખર્ચ લાગી શકે છે. આ બાટલીઓનું ફેરવેચાણ કરી શકાતું હોવાથી તે ફરી જમા કરવી પણ શક્ય બનશે.

પૂણેમાં થોડાં દિવસોપૂર્વે રાજ્યના દૂધ ઉત્પાદકોની બેઠક થઈ હતી. જેમાં પ્લાસ્ટિકની થેલીને બદલે પેટ બાટલીનો વિકલ્પ ગ્રાહ્ય ધરાયો છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતા સમાપ્ત થયા બાદ દૂધ ઉત્પાદકો પર્યાવરણ મંત્રી રામદાસ કદમ સાથે ચર્ચા કરશે. તે સમયે ઉત્પાદન ખર્ચ સહિત અન્ય તમામ મુદ્દાઓ બાબતે મત માંડવામાં આવશે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VfqLB6
via Latest Gujarati News

Post a Comment

0 Comments