કપાસિયા તેલમાં મથકો પાછળ ઘટાડો સૌરાષ્ટ્ર કોટન વોશ્ડ રૂ.700ની અંદર ઉતર્યું

મુંબઈ,તા. 13 એપ્રિલ, 2019, શનિવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે રામનવમી નિમિત્તે બંધ રહી હતી. બંધ બજારે  વિશેષ વેપારો ન હતા. ભાવ સૂસ્ત હતા.  વિશ્વ બજારના  સમાચાર મિશ્ર હતા.  અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો  ઓવરનાઈટ  ૩ પોઈન્ટ નરમ હતો. સોયાખોળનો વાયદો ૩થી ૭ પોઈન્ટ પ્લસમાં  હતો. સોયાબીનનો વાયદો નજીવી નરમાઈ બતાવતો હતો. 

જોકે ન્યુયોર્ક કોટન વાયદો  ઓવરનાઈટ  ૧૧૨થી ૧૧૩ પેોઈન્ટ ઉછળ્યાના સમાચાર  હતા.   અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર મંત્રણાઓ  હવે કેવી  આગળ વધે છે  તેના પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર હતી. 

દરમિયાન,   મુંબઈ હાજર બજારમાં   ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૯૯૦ બોલાતા હતા જ્યારે  રાજકોટ બાજુ ભાવ રૂ.૯૫૦ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૫૨૦થી ૧૫૩૦ રહ્યા હતા.  ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૭૦૦થી ૭૦૩ વાળા વધુ ઘટી ૬૯૭થી ૭૦૦ બોલાયા હતા.  મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ.૭૫૦ વાળા રૂ.૭૪૮ હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં પામતેલના ભાવ હવાલા રિસેલના રૂ.૬૦૬ તથા જેએનપીટીના ૬૦૩ હતા. નવા વેપારો પાંખા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૩૬ હતા.  સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૦૦ તથા રિફા.ના રૂ.૭૪૦  બોલાતા હતા.  સનફલાવરના ભાવ  રૂ.૭૦૦ તથા રિફા.ના રૂ.૭૬૫  હતા.   મસ્ટર્ડના ભાવ  રૂ.૭૬૦ બોલાતા હતા.   

પામતેલમાં આવતા સપ્તાહમાં ભાવની રેન્જ નીચામાં રૂ.૬૦૦ તથા ઉંચામાં  રૂ.૬૧૨ વચ્ચે  રહેશે એવી શક્યતા બતાવી રહ્યા હતા.  મગફળીની આવકો  ગોંડલ બાજુ પાંચ હજાર ગુણી તથા રાજકોટ બાજુ ૬ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૮૨૫થી ૮૫૦ તથા ઉંચામાં ભાવ રૂ.૯૨૦થી ૯૩૦ રહ્યાના વાવડ હતા. 

સિંગદાણામાં વિવિધ મથકોએ આગળ ઉપર ઉનાળુ પાકની આવકો વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ઈન્દોર બાજુ સોયાતેલના ભાવ રિફા.ના રૂ.૭૩૦થી ૭૪૫ હતા.  મધ્ય પ્રદેશના મથકોએ સોયાબીનના  ભાવ રૂ.૩૭૫૦થી ૩૯૦૦ રહ્યાના વાવડ હતા. દરમિયાન  દેશમાં  નાફેડ દ્વારા આશરે ૨૦ લાખ ટનની ખરીદી વર્તમાન રવિ મોસમમાં કરવામાં આવશે એવા નિર્દેશો મળ્યા છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UWv08H
via Latest Gujarati News

Post a Comment

0 Comments