નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2019 શનિવાર
લોકસભા ચૂંટણીના પ્રથમ ત્રણ તબક્કાની 303 બેઠકો પર મતદાન થઈ ચૂક્યુ છે. હવે બાકીના ચાર તબક્કાની 240 બેઠક પર મતદાન થવાનું છે. ચોથા તબક્કામાં 29 એપ્રિલે 9 રાજ્યોની 71 બેઠકો પર મતદાન થશે.
આ રાજ્ય છે બિહાર(5), જમ્મુ અને કાશ્મીર (1), ઝારખંડ (3), મધ્ય પ્રદેશ (6), મહારાષ્ટ્ર (17) ઓડિશા (6), રાજસ્થાન, (13) ઉત્તર પ્રદેશ (13) અને પશ્ચિમ બંગાળ. ચોથા તબક્કા માટે શનિવારે સાંજે 5 વાગે ચૂંટણી પ્રચાર રોકાઈ જશે. તમામ બેઠકો પર મતદાનની તૈયારીઓ પૂર્ણ કરી લેવાશે અને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે.
71માંથી 37 બેઠકો એવી છે. જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે એટલે કે આ બેઠક પર 3થી વધારે ઉમેદવારોએ પોતાના ગુનાકીય કેસોની જાહેરાત કરી છે. આ તબક્કામાં કુલ 943 ઉમેદવાર મેદાનમાં છે.
ચોથા તબક્કામાં સૌથી અમીર ઉમેદવાર મધ્યપ્રદેશની છિંદવાડા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર અને મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથ છે. નકુલની કુલ સંપત્તિ 660 કરોડ રૂપિયાથી વધારે છે. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન 19 મેએ થશે અને તમામ 543 બેઠકનું પરિણામ 23 મે, ગુરુવારે જાહેર કરવામાં આવશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VyEo2o
via Latest Gujarati News
0 Comments