અમેરિકાના કોલોરાડોમાં ફરીથી 'બોમ્બ વાવાઝોડું' ત્રાટક્યું, 755 ફ્લાઈટ રદ્


ડેન્વર, તા.11 એપ્રિલ, 2019, ગુરૂવાર

અમેરિકાના કોલોરાડોમાં ફરીથી બોમ્બ વાવાઝોડું ત્રાટક્યું હતું. એક મહિના પછી ફરી વખત ત્રાટકેલા બોમ્બ વાવાઝોડાંના કારણે ૧૦ હજાર રહેઠાણોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. ડેન્વરના ઈન્ટરનેશનલ એરપોર્ટે ૭૫૫ ફ્લાઈટ્સ રદ્ કરી હતી.

અમેરિકાના કોલોરાડોમાં મહિનામાં બીજી વખત બોમ્બ વાવાઝોડું ત્રાટક્યું હતું. અગાઉ એક મહિના પહેલાં ત્રાટકેલા આ વાવાઝોડાંએ કોલોરાડોમાં ભારે તારાજી સર્જી હતી. બીજી વખત ત્રાટકેલા આ વાવાઝોડાંના કારણે ડેન્વર એરપોર્ટ ઉપર આવતી-જતી ૭૫૫ ફ્લાઈટ્સ રદ્ કરવી પડી હતી. એ કારણે અસંખ્ય મુસાફરો અટવાઈ પડયા હતા.

તીવ્ર હવાના કારણે ૧૦ હજાર જેટલાં ઘરોમાં વીજળી ગૂલ થઈ ગઈ હોવાથી હજારો લોકોએ અંધારામાં રાત વીતાવી હતી. ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે હવા ફૂંકાઈ હતી. તેના કારણે સ્થાનિક બચાવ તંત્રએ એલર્ટ જારી કર્યો હતો.

કોલોરાડો ઉપરાંત ડોકાટો મિસૌરી સહિતના અમુક રાજ્યોમાં ભારે બરફવર્ષાના કારણે હવે પૂર પ્રપાતનો ખતરો મંડરાઈ રહ્યો છે. એકાએક બરફ પીગળતા મિસૌરી નદીમાં પાણી વધ્યું હતું. નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. નેશનલ વેધર સર્વિસે એલર્ટ જારી કરીને પૂર સંભવિત વિસ્તારોમાં ન જવાની ચેતવણી આપી હતી.નેશનલ વેધર સર્વિસે અઢીથી ત્રણ ફૂટ સુધી પાણી વધશે એવો અંદાજ બાંધ્યો હતો.

સલામતીના ભાગરૃપે અગાઉથી જ બચાવ ટૂકડીને તૈનાત રાખવાનો આદેશ અપાયો હતો. પોલીસ વિભાગે સોશિયલ મીડિયાના માધ્યમથી સતત લોકોને ચેતવણી આપી હતી. પૂર અને વાવાઝોંડાથી પ્રભાવિત અને સંભવિત જ્યાં પ્રભાવ થવાની શક્યતા છે એ તમામ રાજ્યોના લોકોને ચેતવણી આપવામાં આવી હતી. સંભવિત ભયાનક પૂરના ખતરાને ટાળી શકાય તે માટે અગાઉથી જ તૈયારી શરૃ કરવામાં આવી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GhdGmP
via Latest Gujarati News

Post a Comment

0 Comments