બોલિવુડમાં આવવા માટે આ 7 એક્ટ્રેસે છોડ્યો અભ્યાસ

એક વાત તો સ્પષ્ટ છે કે બોલિવૂડમાં ભણતર કરતાં એક્ટિંગ વધારે મહત્વ રાખે છે. તેથી ઇન્ડસ્ટ્રીમાં એવા બહુ ઓછા આર્ટિસ્ટ છે જે વધારે ભણીને પછી અહીં કેરિયર બનાવવા આવ્યાં હોય. જેમાં ટોચની હીરોઈનોનો પણ સમાવેશ થાય છે.


પ્રિયંકા ચોપડા- પીસી આજે બોલિવૂડમાં જ નહીં હોલિવૂડમાં પણ પ્રખ્યાત છે. તેણએ 2000ની સાલમાં મુંબઈની જય હિંદ કોલેજમાં એડમિશન લીધું જ હતું અને મિસ વર્લ્ડનો ટાઇટલ જીતી ગઈ. એ પછી કોલેજ છોડીને એક્ટિંગના મેદાનમાં આવી ગઈ.


સોનમ કપૂર

સોનમ કપૂર પણ કોલેજમાં એડમિશન લીધુ જ હતું અને 2005માં સંજય લીલા ભણસાલીએ ફિલ્મ બ્લેકમાં એને આસીસ્ટન્ટ તરીકે પસંદ કરી. એ ઘટના પછી સોનમે અભ્યાસ છોડીને એક્ટિંગમાં કેરિયર બનાવવાનું શરૂ કરી દીધું.


આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ એવી હીરોઈન છે જેને સ્કૂલિંગ કર્યા પછી તરત જ ફિલ્મોમાં ચાન્સ મળ્યો એટલે કોલેજ જવાની જરૂર જ ના  પડી. 2011માં સ્ટુડન્ટ્સ ઓફ ધ યર ફિલ્મથી એણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.


કરીના કપૂર

કપૂર ખાનદાનમાંથી આવેલી સુપરહીટ એક્ટ્રેસ કરીના કપૂરે સ્કૂલિંગ પતાવ્યાં પછી કોમર્સ અને લૉમાં ગ્રેજ્યુએશન કરવાનું વિચાર્યું હતું. પરંતુ 2000ની સાલમાં જ રેફ્યુજી ફિલ્મમાં ચાન્સ મળ્યો ત્યારે એણે ભળવાનું છોડી દીધું.


દીપિકા પાદુકોણ

બોલિવૂડની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસ દીપિકાએ કોલેજ નથી કરી. સ્કૂલિંગ કર્યાં પછી તે ઇગ્નુમાથી સોશિયોલોજીમાં ગ્રેજ્યુએશન કરી રહી હતી.. પરંતુ 2007માં એની ઓમ શાંતિ ઓમ આવી અને એણે ભણવાને બાય બાય કહી દીધું. આ ફિલ્મ આવી તે પહેલા એ જાહેરાતોમાં કામ કરતી હતી.


કેટરીના કૈફ

કેટરીનાએ અનેક સુપરહીટ ફિલ્મો આપી છે પરંતુ નવાઈની વાત તો એ છે કે એને સ્કૂલે જવાનો ચાન્સ જ નથી મળ્યો. વારંવાર ઘર બદલવાની સ્થિતિમાં એણે ઘરે રહીને જ ભણવું પડ્યું. માત્ર 14 વર્ષની ઉંમરે તેણએ મોડેલિંગ શરૂ કરી દીધું હતું.


ઐશ્વર્યા રાય

છેલ્લે વાત કરીએ ઐશ્વર્યા રાયની, જે 12મું પાસ કર્યા પછી આર્કિટેક્ચર એકેડમીમાં એડમિશન લીધું પણ મોડેલિંગમાં આવ્યાં પછી એણે અભ્યાસ છોડી દીધો. એશ્વર્યાએ 90ના દાયકામાં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.



from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UfhMQ6
via Latest Gujarati News

Post a Comment

0 Comments