
અમદાવાદ, 14 એપ્રિલ 2019, શનિવાર
વધેલા વજનને ઘટાડવા માટે જીમમાં કસરત કરવા જવી અને બીજા મહેનતના કામ કરવાની તસ્દી જો તમે પણ લેતા હોય તો આ વાત તમારા માટે કામની છે. વજન ઘટાડવા માટે પોતાના ઘરના કેટલાક કામ પણ બેસ્ટ એક્સરસાઈઝ સાબિત થઈ શકે છે. આપણી દિનચર્યામાં એવા અનેક કામ હોય છે જે કરવાથી વધારાની કેલેરી બર્ન થાય છે અને શરીર ધીરે ધીરે સુડોળ થવા લાગે છે.
ઘરના ગાર્ડનમાં 30 મિનિટ કામ કરવું, રસોડાના કામમાં સમય આપવો વગેરે પ્રવૃત્તિ કરવાથી શરીરની વધારાની કેલેરી બળી જાય છે અને વજન પણ ઝડપથી ઘટે છે. તમને જાણીને આશ્ચર્ય થાય તેવી વિગતો પર કરો એક નજર.
1. બાથરુમની ટાઈલ્સ, વોશ બેસિન સાફ કરવા જેવા કામમાં 30 મિનિટ જેટલો સમય લાગે છે પરંતુ તેનાથી 200 કેલેરી બર્ન થાય છે.
2. ઘરના બારી, દરવાજા સાફ કરવા, જમીન પર ઝાડૂ કરવા જેવી કસરત કરવાથી 125 કેલેરી બર્ન થાય છે.
3. રસોડામાં વાસણ સાફ કરવા અને તેને ગોઠવવાનું કામ કરશો તો 190 કેલેરી બર્ન થશે.
4. કપડા પ્રેસ કરવાથી શરીરની 70 કેલેરી બર્ન થાય છે.
5. ચાલતાં ચાલતાં નાના મોટા કામ કરતી વખતે 140 કેલેરી બર્ન થાય છે.
બીએમઆઈ
1. પોતાના વજનનો ઊંચાઈથી ભાંગાકાર કરવો. દાખલાતરીકે જો વજન 80 કિલો હોય અને ઊંચાઈ 1.8 મીટર હોય તો તેનો વર્ગ 3.24 થાય. હવે 80ને 3.24થી વિભાજીત કરો ત્યારે તમને બીએમઆઈ મળશે 24.69. દરેક વ્યક્તિએ પોતાના બીએમઆઈને ધ્યાનમાં રાખી અને શરીરના વજનનું માપ રાખવું જોઈએ.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Zbj6XO
via Latest Gujarati News
0 Comments