શાસ્ત્રી ભવનમાં લાગી આગ, ફાયર ફાઇટરની 7 ગાડીઓ ઘટના સ્થળે


નવી દિલ્હી, તા. 30 એપ્રીલ 2019, મંગળવાર

ભારત સરકારના મહત્વના મંત્રાલયોના મુખ્ય કાર્યાલયની જગ્યા શાસ્ત્રી ભવનમાં આગ લાગી છે. મળતી વિગતો અનુસાર આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઇટરની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. હજુ સુધી કોઇ નુંકસાનીની વિગતો સામે આવી નથી.

શાસ્ત્રી ભવનમાં ભારત સરકારના ઘણાં મહત્વના મંત્રાલયોનું મુખ્ય કાર્યાલય આવેલું છે. જેમાં માનવ સંસાધન મંત્રાલય, કાયદા મંત્રાલય, કંપની મામલાના મંત્રાલય, મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય અને સાંસકૃતિક મંત્રાલય મહત્વના છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UR3wNw
via Latest Gujarati News

Post a Comment

0 Comments