લ્યો કરો વાત, લગ્ન સમયે પણ વરરાજા રમતા હતા પબજી, video થયો વાયરલ


નવી દિલ્હી, 30 એપ્રિલ 2019, મંગળવાર

લગ્નસરા ચાલી રહી છે તેવામાં લગ્નમાં બનતી અટપટી ઘટનાઓ વિશે સાંભળવા તો મળે જ છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ વીડિયોમાં જોવા મળે છે કે વરરાજા માંડવામાં બેઠા બેઠા પબજી ગેમ રમી રહ્યા છે. વરરાજાને ગેમનું ઘેલું એવું તે લાગ્યું કે લગ્ન પૂર્ણ થવાની સાથે જ હાથમાં મોબાઈલ લઈ તેઓ ગેમ રમવા લાગ્યા. 

વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા સ્ટેજ પર બેઠા છે, લગ્ન ગીતો ગવાઈ રહ્યા છે પરંતુ તેમને તો પબજી રમવામાં જ રસ છે. આ દ્રશ્ય પાસે બેસેલી દુલ્હન પણ જોઈ રહી છે. આ ઘટનાનો વીડિયો લગ્નમાં ઉપસ્થિત કોઈ મહેમાનએ ઉતાર્યો અને સોશિયલ મીડિયા પર તેને શેર કર્યો છે.

આ વીડિયો શેર થવાની સાથે જ વાઈરલ થઈ ગયો છે.  જો કે આ ઘટના હકીકતમાં બની છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ તેમ છતા લોકો આ વીડિયોની મજા માણી રહ્યા છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZDbY6G
via Latest Gujarati News

Post a Comment

0 Comments