
ચૈન્નઈ, 30 એપ્રિલ 2019, મંગળવાર
રુસના સરકારી પરમાણુ ઉર્જા નિગમએ આપેલી જાણકારી અનુસાર તેમનો પાણીમાં તરતો પરમાણુ વિદ્યુત પ્લાંટ સંચાલન માટે તૈયાર છે. તેમણે જાહેર કરેલા નિવેદન અનુસાર એફપીયૂના બે રિએક્ટરને 31 માર્ચના રોજ તેની 100 પ્રતિશત ક્ષમતા સાથે સફળતાપૂર્વક તૈયાર કરી લેવામાં આવ્યા છે. રોસૈટમના ઉર્જા વિભાગ રોસેનેર ગોએટમના મહાનિદેશક આંદ્રેઈ પેટ્રોવએ જણાવ્યું તે આ પરીક્ષણોના આધારે પરીણામ, ઈપીયૂ માટે સ્વીકૃત પ્રમાણપત્ર અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવશે અને સંચાલન લાયસન્સની તપાસ જુલાઈ માસમાં થશે.
તેમણે જણાવ્યું છે કે ફ્લોટિંગ ન્યૂક્લિયર પાવર પ્લાંટ માટે તટવર્તીય તેમજ હાઈડ્રોલિક સંરચના અને સાથે જ સ્થાનીય ગ્રિડને વિજળીના ટ્રાંસમિશનને સુનિશ્ચિત કરવા પાયાનું માળખું અને શહેરના નેટવર્ક માટે હીટિંગ રુસના પેવેકમાં આ વર્ષના અંત સુધીમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. તેને ડિસેમ્બર 2019 સુધી પાવર ગ્રિડ સાથે જોડવાની સંભાવના છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V4Zsy9
via Latest Gujarati News
0 Comments