1984 શીખ રમખાણો મામલે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટ ફેરવ્યો, 15 દોષિતોને આપી રાહત


નવી દિલ્હી, તા. 30 એપ્રિલ 2019, મંગળવાર

સુપ્રીમ કોર્ટે 1984 શીખ વિરોધી રમખાણો મામલો 15 દોષિતોને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આ દોષિતોને છોડી મુકતા કહ્યું કે, પોલીસ પોતે માને છે કે, રમખાણમાં આ લોકોને કોઇએ નહોતા જોયા અને ના તો તેમને કોઇએ ઓળખ્યા, તેવામાં તે સવાલ ઊઠે છે કે કોઇ પણ પુરાવા વિના હાઇકોર્ટે તેમને સજા કેમ આપી.

નોંધનીય છે કે, હાઇકોર્ટે પૂર્વીય દિલ્હીના ત્રીલોકપુરીમાં આગચાંપી અને શીખ વિરોધી રમખાણો ભડકાવવાના આરોપમાં આ લોકોને દોષિત ઠેરવ્યા હતા. પરંતુ હવે દોષિતો વિરુદ્ધ પુરાવા નહી હોવાને કારણે સુપ્રીમ કોર્ટે આ આરોપીને છોડ્યા.

ઉલ્લેખનિય છે કે, દિલ્હી હાઇકોર્ટે 1984 શીખ વિરોધી રમખાણોમાં લગભગ 83 લોકોને દોષિત ઠેરવ્યા બાદ 5 વર્ષની જેલની સજા સંભળાવી નીચલી કોર્ટના નિર્ણયને જાળવી રાખ્યો હતો. નિચલી કોર્ટે ઘરો સળગાવવા અને રમખાણો દરમિયાન કર્ફ્યૂના ઉલ્લંઘન કરવા માટે આ લોકોને દોષિત ઠેરવ્યા હતા. દોષિતોએ નિચલી કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. હાઇકોર્ટે આ લોકોની અપીલને ફગાવી તમામ દોષિતોને ચાર અઠવાડિયા સુધીમાં આત્મસમર્પણ કરવાનો નિર્દેશ કર્યો હતો. બાદમાં 15 દોષિતોએ દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V6ctaW
via Latest Gujarati News

Post a Comment

0 Comments