
નવી દિલ્હી, 30 એપ્રિલ 2019, મંગળવાર
મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમમાં ગૂગલ એંડ્રોયડ અને એપલ આઈઓએસ ઓપરેટિંગ સિસ્ટમની બોલબાલા છે. પરંતુ આ ક્ષેત્રમાં એક નવી સિસ્ટમ પદારપણ કરે તેવી તૈયારી છે. ભારત જેવા દેશમાં આ સિસ્ટમ ઝડપથી પ્રચલિત થઈ રહી છે. કાઈઓએસ નામની આ સિસ્ટમ માત્ર કોલિંગ આપતા ફોનમાં જ ઉપયોગમાં આવશે. પરંતુ આ સિસ્ટમ સામાન્ય ફોનને પણ નવી ઓળખ આપશે.
ભારતમાં લાખો લોકો હજુ પણ સાદા ફોનનો ઉપયોગ રે છે. આ ફીચર ફોનનો ઉપયોગ કરતાં દેશમાં ભારતનો ક્રમ બીજો છે. સૈન ડેગોનું સ્ટાર્ટઅપ કાઈઓએસ ભારતમાં એંડ્રોયડ બાદ સૌથી વધારે ઉપયોગ થતી ઓપરેટિંગ સિસ્ટમ છે. ભારતમાં કાઈઓએસનો માર્કેટ શેર 16 ટકા છે જ્યારે આઈઓએસનો માર્કેટ શેર માત્ર 10 ટકા છે. આ ડેટા ઓગસ્ટ 2018માં ડિવાઈસ એટલ્સ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.
કાઈઓએસ સપોર્ટ સાથે આવતા ફીચર ફોન રિલાયંસ જિયો ફોન નામથી આવે છે. આ ફોન ઓછી મેમરી સ્પેસ પરંતુ શ્રેષ્ઠ અનુભવ આપે છે. આ ઓપરેટિંગ સિસ્ટમ પર ગૂગલ આસિસ્ટેંટ, મેપ્સ, યૂટ્યૂબ અને ફેસબુક સહિત અન્ય એપની સેવા મળે છે. આ સિસ્ટમ તમને વોટ્સએપનો ઉપયોગ કરવાની છૂટ પણ આપે છે. વર્ષ 2018માં એક રીપોર્ટમાં કહેવાયું હતું કે કુલ હેંડસેટમાં કાઈઓએસની ભાગીદારી 21 ટકા છે. વૈશ્વિક સ્તર પર વાત કરીએ તો કાઈઓએસ સપોર્ટવાળા લગભગ 8.5 કરોડ હેંડસેટ અમેરિકા, ભારત સહિત અન્ય દેશોમાં વેંચાયા છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vqWXHi
via Latest Gujarati News
0 Comments