ઇપીએફ પર 8.65 ટકા વ્યાજને નાણા મંત્રાલયે મંજૂરી આપી


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.26 એપ્રિલ, 2019, શુક્રવાર

નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ(ઇપીએફ)માં જમા રકમ ૮.૬૫ ટકા વ્યાજ આપવાના ઇપીએફઓના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. નાણા મંત્રાલયના આ નિર્ણયથી  સંગઠિત ક્ષેત્રના ૬ કરોડ કર્મચારીઓને લાભ થશે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયની પાંખ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસે ૮.૬૫ ટકા વ્યાજ આપવાના ઇપીએફઓના નિર્ણયને મંજૂરી આપી દીધી છે.  સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે રિટાયરમેન્ટ ફંડનું અસરકારક સંચાલન કરવાની શરતે ડીએફએસએ ઇપીએફઓના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

આ અગાઉ ફેબુ્રઆરીમાં શ્રમ પ્રધાન સંતોષ ગંગવારના નેતૃત્ત્વવાળી ઇપીએફઓની નિર્ણય લેતી સૌૈથી ઉચ્ચ સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ ઇપીએફનો વ્યાજ દર વધારીને ૮.૬૫ ટકા કર્યો છે.  ઉલ્લેખનીય છે કે ૨૦૧૭-૧૮માં ઇપીએફ પરનો વ્યાજ દર ૮.૫૫ ટકા હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VrIWYx
via Latest Gujarati News

Post a Comment

0 Comments