રાહુલ બાબાની પુરી પાર્ટીની ઔકાત નથી કે AFSPA હટાવી શકે: અમિત શાહ


નવી દિલ્હી, તા. 03 એપ્રિલ 2019, બુધવાર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે AFSPA મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં જનસભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ કાશ્મીરમાંથી AFSPA હટાવવા માંગે છે. પરંતુ રાહુલ બાબાની પાર્ટીની ઔકાત નથી કે કાશ્મીરમાંથી AFSPA હટાવી શકે.

તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીના સાથી કાશ્મીરમાં અલગ વડાપ્રધાનની વાતો કરે છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી ચૂપ રહે છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરવું જોઇએ કે શું તેઓ ઓમર અબ્દૂલ્લાના નિવેદનને સમર્થન કરે છે કે નહી.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CSJ9JF
via Latest Gujarati News

Post a Comment

0 Comments