
દેહરાદૂન, તા. 05 એપ્રિલ 2019, શુક્રવાર
ઉત્તરાખંડના દેહારાદૂનમાં રેલીને સંબોધિત કરતા નરેન્દ્ર મોગીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. અગસ્તા વેસ્ટલેન્ડ ડીલ પર બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમારે યાદ રાખવું પડશે કે તમારો આ ચૌકીદાર હેલિકોપ્ટર ગોટાળાના કેટલાંક દલાલોને દુબઇથી ઉઠાવીને લઇને આવ્યો હતો. ઇટલીના મિશેલ મામા અને બીજા દલાલોની પુછપરછ થઇ છે. તેના આધાર પર દાખલ ચાર્જશીટ અનુસાર હેલિકોપ્ટર ગોટાળાના દલાલોને ઘૂસ આપી તેમાં એક AP અને બીજો FAM છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, APનો અર્થ અહમદ પટેલ અને FAMનો અર્થ ફેમિલી. હવે તમે જ જણાવો કે અહમદ પટેલ કંઇ ફેમિલીની નજીક છે. એક જમાનો હતો જે પરીવારની એરપોર્ટ પર પણ તલાશી લેવાની કોઇ હિંમ્મત નહોતા કરતા, લોકો તેને સલામ કરતા હતા, તેઓ આજે જામીન પર છે, જે પોતાને ભારતના ભાગ્ય વિધાતા સમજતા હતા, તેઓ પોતે જેલ જવાથી બચવા માટે પ્રયાસ કરી રહ્યાં છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UyZhKC
via Latest Gujarati News
0 Comments