BJP યાદ રાખે, 2004માં કોંગ્રેસ તમામ અંદાજો ખોટા પાડી જીતી હતી: સોનિયા ગાંધી


તેમની સાથે રાહુલ ગાંધી, પુત્રી પ્રિયંકા ગાંધી અને જમાઇ રોબર્ટ વાડ્રા હતાં

ચૂંટણી ફોર્મ ભરતા પહેલા સોનિયા ગાંધીએ રોડ શો અને કોંગ્રેસની સેન્ટ્રલ ઓફિસમાં પૂજા કરી હતી 

આ બેઠક પર સોનિયા ગાંધીનો સીધો મુકાબલો ભાજપના દિનેશ પ્રતાપ સિંહ સાથે થશે 

(પીટીઆઇ) રાયબરેલી, તા.11 એપ્રિલ, 2019, ગુરૂવાર

યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. આ પ્રસંગે તેમની સાથે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, પુત્રી પ્રિયંકા ગાંધી અને જમાઇ રોબર્ટ વાડ્રા હતાં.  કલેક્ટર ઓફિસે ફોર્મ ભરતા પહેલા સોનિયા ગાંધીએ રોડ શોનું આયોજન કર્યુ હતું અને કોંગ્રેસની સેન્ટ્રલ ઓફિસમાં પૂજા કરી હતી. 

કોંગ્રેસ સેન્ટ્રલ ઓફિસમાં આયોજિત પૂજામાં કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તર પ્રદેશ(પૂર્વ)ના ઇનચાર્જ પ્રિયંકા ગાંધી તેમના બે બાળકો તથા વિવિધ વરિષ્ઠ નેતાઓએ આ પૂજામાં ભાગી લીધો હતો. 

યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને શુભેચ્છા પાઠવવા માટે કલેક્ટર ઓફિસે મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો ધ્વજ અને બેનર લઇને આવી પહોંચ્યા હતાં. ૭૨ વર્ષીય સોનિયા ગાંધી સતત પાંચમી વખત આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે રાયબરેલીમાં  પાંચમા તબક્કા હેઠળ ૬ મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ બેઠક પર સોનિયા ગાંધીનો સીધો મુકાબલો ભાજપના દિનેશ પ્રતાપ સિંહ સાથે થશે. સમાજવાદી પાર્ટી(સપા) અને બહુજન સમાજ પાર્ટી(બસપા)એ સોનિયા ગાંધીને ટેકો આપવા માટે તેમની સામે કોઇ ઉમેદવાર ઉભો રાખ્યો નથી.  સોનિયા ગાંધી ૨૦૦૪, ૨૦૦૬(પેટા ચૂંટણી), ૨૦૦૯ અને ૨૦૧૪માં આ બેઠક પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે. 

સોનિયા ગાંધીએ સોંગદનામામાં રૃ. ૧૧.૮૨ કરોડની સંપત્તિ જાહેર કરી

રાયબરેલી, તા.11 એપ્રિલ, 2019, ગુરૂવાર

યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ આજે ઉમેદવારી પત્ર ભરતી વખતે પોતાની સંપત્તિ રૃપિયા ૧૧.૮૨ કરોડની દર્શાવી હતી. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં તેમણે રૃપિયા ૯.૨૮ કરોડની સંપત્તિ જાહેર કરી હતી. ગાંધીની અચળ સંપત્તિ રૃપિયા ૪.૨૯ કરોડની છે, એમ તેમની એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું.

તેમણે પુત્ર રાહુલ ગાંધીને રૃપિયા પાંચ લાખની લોન આપી હતી, એમ પણ એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું. સોનિયા ગાંધી પાસે રોકડ રકમ રૃપિયા ૬૦ લાખ અને બેંક ડીપોઝિટ રૃપિયા ૧૬.૫ લાખની છે. ૨૦૧૪માં તેમને પાસે ૯.૨૮ કરોડની સંપત્તિ હતી જેમાં ચળ અચળ ભેગી થઇ રૃપિયા ૨.૮૧ કરોડની કિમંત થતી હતી. તેમની પાસે ૧૨૬૭.૩ ગ્રામ સોનું અને ૮૮ કિલો ચાંદી  તેમજ રૃપિયા ૬૬ લાખ રોકડ રકમ હતી. તેમની સામે એક ક્રિમિનલ કેસ છે જે ભાજપના સાંસદ સુબ્રમણ્યામ સ્વામીએ કર્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gg2JBG
via Latest Gujarati News

Post a Comment

0 Comments