કોંગ્રેસનું નવું તુઘલક રોડ કૌભાંડ, ચૂંટણી જીતવા ભ્રષ્ટાચાર કર્યો: મોદીનો દાવો


નામદાર પરિવાર ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો છે, તેને જીવનનો ભાગ બનાવી લીધો છે : વડા પ્રધાનનો આરોપ 

ગુવાહાટી, તા.11 એપ્રિલ, 2019, ગુરૂવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં રેલીને સંબોધી હતી, જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. મોદીએ પોતાના ભાષણમાં તુઘલખ રોડ ચુનાવી ઘોટાલા શબ્દનો ઉપયોગ કર્યો હતો.

મોદીએ દાવો કર્યો હતો કે ગરીબ બાળકો માટેના કરોડો રૃપિયા દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવ્યા છે. નામદારી પરિવાર ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલો છે અને ભ્રષ્ટાચારને જીવન જીવવાનો ધ્યેય બનાવી લીધો છે. જોકે તેમ છતા તેઓ કહે છે કે ચોકીદાર ચોર છે. 

મોદીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં તુઘલક રોડ આવેલો છે કે જ્યાં એક બંગલો છે. આ બંગલામાં મોટા નેતાઓ રહે છે. છેલ્લા કેટલાક દિવસથી કરોડો રૃપિયાની રમત રમાઇ રહી છે. આ બંગલા સાથે સંકળાયેલા લોકોની પાસેથી કરોડો રૃપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ તુઘલક ચૂંટણી ગોટાળો છે. કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે ભ્રષ્ટાચાર કરી રહી છે. જો તેઓ ભ્રષ્ટાચાર ન કરે તો ચૂંટણી કેવી રીતે લડે? 

દિલ્હીના તુઘલક રોડ પર મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ, તેમના પૂર્વ અંગત સચીવ પ્રવીણ કક્કડનો મધ્ય પ્રદેશમાં બંગલો આવેલો છે. થોડા દિવસ પહેલા જ આઇટીએ કક્કડ અને કમલનાથના સહિયોગીઓને ત્યા દરોડા પાડયા હતા, આ દરમિયાન ૧૪ કરોડ રૃપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. મોદીએ આરોપ લગાવ્યો હતો કે આ પૈસા દિલ્હીમાં કોંગ્રેસને પહોંચાડવામા આવ્યા હતા. જોકે ચૂંટણી પંચ કે એજન્સીઓએ આવુ કોઇ નિવેદન નથી કર્યું. 

મોદીએ રેલીમાં મતદારોને કહ્યું હતું કે ભ્રષ્ટાચાર આચરનારાઓને મત આપવો પાપ છે. સાથે બાલાકોટ એરસ્ટ્રાઇક મુદ્દે ફરી કોંગ્રેસ પર આરોપો લગાવ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ બાલાકોટ એરસ્ટ્રાઇકના પુરાવા માગીને પાકિસ્તાનને જ મદદ કરી રહી છે. સાથે મતદાન પૂર્ણ થયા બાદ મોદીએ દાવો કર્યો હતો કે અમારા પક્ષમાં મોટા પ્રમાણમાં લહેર છે અને ભાજપની ફરી જીત થશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VEhBiH
via Latest Gujarati News

Post a Comment

0 Comments