રોબર્ટ વાડ્રાને કોંગ્રેસમાં આવવાથી કોણ રોકી શકે: રાજ બબ્બર


નવી દિલ્હી, તા. 14 એપ્રિલ 2019, રવિવાર

ફતેહપુર સિક્રીથી કોંગ્રેસના ઉમેદવાર અને ઉત્તરપ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ રાજ બબ્બરે રોબર્ટ વાડ્રાની રાજકારણમાં એન્ટ્રીની અટકળો પર નિવેદન આપ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ બબ્બરે કહ્યું કે, રોબર્ટ વાડ્રા રાજકારણમાં આવવા ઇચ્છે તો પાર્ટી ઇચ્છશે કે તે પરિવારનો ભાગ બને. કોંગ્રેસમાં સામેલ થવા પર તેને કોણ મનાઇ કરશે?

આ સિવાય રાજ બબ્બરે પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવા પર કહ્યું કે, લોકો પ્રિયંકા ગાંધીને લઇને ખૂબ ઉત્સાહિત છે. જે દિવસે તેઓ રાજકારણમાં ઉતરવાનો નિર્ણય કરશે, લોકો તેનું સ્વાગત કરશે. તે જે સીટ પરથી લડશે જીતી જશે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Kz1ulr
via Latest Gujarati News

Post a Comment

0 Comments