
નવી દિલ્હી, તા. 14 એપ્રિલ 2019, રવિવાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું કોંગ્રેસ સાથે ગઠબંધન પર કહ્યું છે કે તેઓ મોદી-શાહને હરાવવા માટે કંઇ પણ કરશે. EVMને લઇને તેમણે કહ્યું કેસ EVMમાં કોઇ ખામી નથી ભાજપ તેની સાથે છેડછાડ કરે છે.
નોંધનીય છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઇને માર્ગ સાફ થઇ રહ્યો નથી. કોંગ્રેસે ગઠબંધન નકાર્યા છતાં શનિવારે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કોંગ્રેસ સાથે હાથ મેળવવાની તૈયારી દર્શાવી છે અને નવો પ્રસ્તાવ પણ રાખ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UYmQg6
via Latest Gujarati News
0 Comments