નવી દિલ્હી,તા.14.એપ્રિલ 2019 રવિવાર
લોકસભાની ચૂંટણી માટે પહેલા તબકકાનુ મતદાન પુરુ થઈ ગયુ છે ત્યારે વિપક્ષોએ ફરી એક વખત ઈવીએમમાં છેડછાડ થતી હોવાનો રાગ આલાપ્યો છે.
આજે કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ, આમ આદમી પાર્ટીના દિલ્હી સીએમ કેજરીવાલ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એક સંયુક્ત પત્રકાર પરિષદમાં આરોપ લગાવતા કહ્યુ હતુ કે, ઈવીએમમાં મત આપવા માટે દબાવેલા બટન બાદ તેની સાથે જોડાયેલા વીવીપેટ મશીનમાંથી નિકળેલી કાપલી માત્ર ત્રણ સેકન્ડ માટે નજર આવી હતી.લોકોએ ફરિયાદ કરી છે કે, વીવીપેટમાંથી જે કાપલી નિકળે છે તેમાં અમે જેમને વોટ આપ્યો છે તેની જગ્યાએ બીજા જ પક્ષનુ નામ દેખાય છે.ઈવીએમ સાથે છેડછાડ થઈ છે.ચૂંટણી આયોગે વીવીપેટની ગણતરી કરવા માટે કર્મચારીઓની સંખ્યા વધારવી જોઈએ પણ ગણતરી તો થવી જ જોઈએ.
કેજરીવાલે તો સીધો જ આરોપ લગાવ્યો હતો કે, ઈવીએમમાં ગરબડ નથી પણ તેની સાથે છેડછાડ જ થઈ છે.મશીનો એવી રીતે ડિઝાઈન કરાયા છે કે વોટ ભાજપને જ મળે.એવુ કેમ થઈ રહ્યુ છે કે, જે મશીનોમાં ખરાબીની સમસ્યા આવે છે તે મશીનોમાં મત ભાજપને મળી રહ્યા છે?હું પોતે એન્જિનિયર છું અને મને પણ ટેકનિકલ બાબતો ખબર પડે છે.કંઈક તો ગરબડ છે.
ચંદ્રાબાબુ નાયડુએ તો વોટર લિસ્ટમાંથી 24 લાખ મતદારોના નામ તેલંગાણામાં ગાયબ હોવાનો આરોપ મુક્યો હતો.
વિપક્ષોએ એલાન કર્યુ છે કે, આ મામલાને હવે સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાશે.મતદારો પર તો અમને ભરોસો છે પણ મશીન પર નથી.સિબ્બલે કહ્યુ હતુ કે, બાર કલાક માટે ઈવીએમ અમને આપી દો તો બતાવીએ કે કેવી રીતે છેડછાડ થઈ શકે છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XhwlEL
via Latest Gujarati News
0 Comments