PM મોદીના હેલિકોપ્ટરમાંથી ઉતારાયેલા કાળા બોક્સમાં શું હતું? કોંગ્રેસનો સવાલ

નવી દિલ્હી,તા.14.એપ્રિલ 2019 રવિવાર

કોંગ્રસે પીએમ મોદીના હેલિકોપ્ટરમાંથી એક કાળા રંગનુ બોક્સ ઉતારવા બદલ શંકાની સોય ચીંધી છે.

કોંગ્રેસના પ્રવક્ત આનંદ શર્માએ આરોપ મુકયો હતો કે, પીએમ મોદી શનિવારે કર્ણાટકમાં વાયુસેનાના હેલિકોપ્ટરમાં એક સભાને સંબોધવા ગયા હતા.હેલિકોપ્ટર ઉતર્યા બાદ તેમાંથી કાળા રંગનુ બોક્સ કાઢવામાં આવ્યુ હતુ.જે એક ખાનગી કારમાં મુકવામાં આવ્યુ હતુ અને તરત જ આ કાર ત્યાંથી રવાના થઈ ગઈ હતી.

તેમણે કહ્યુ હતુ કે, આ મામલાની તપાસ કરવામાં આવે.અમે જ્યાં પણ ચૂંટણી પ્રચાર માટે જઈએ છે ત્યાં અમારી તપાસ થાય છે તો દેશના વડાપ્રધાનની પણ તપાસ થવી જોઈએ.એ પણ તપાસ થવી જોઈએ કે , કાળા રંગના બોક્સમાં શું હતુ અને આ બોક્સ ક્યાં ગયુ? દેશની જનતાને આ જાણવાનો અધિકાર છે.

આનંદ શર્માએ પત્રકાર પરિષદમાં પીએમ મોદી પર ખોટા વાયદા કરીને દેશની જનતાને ગુમરાહ કરવાનો આરોપ મુકતા કહ્યુ હતુ કે, પાંચ વર્ષમાં દેશના દલિત અને શોષિત વર્ગ સાથે ન્યાય થયો નથી.વડાપ્રધાન રાહુલ ગાંધીએ જાહેરમાં ચર્ચા કરવાના આપેલા પડકારને પણ સ્વીકારવાની જગ્યાએ દુર ભાગી રહ્યા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VIJeHh
via Latest Gujarati News

Post a Comment

0 Comments