પત્નીએ પિયર જવાની કરી વાત તો પતિએ ભર્યું ભયંકર પગલું


નવી દિલ્હી, 26 એપ્રિલ 2019, શુક્રવાર

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં એવી ઘટના બની છે કે તેના વિશે જાણી લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. અહીં નવવિવાહિત દંપતિના જીવનમાં નાનકડી વાત બાદ એવી ઘટના બની છે કે જેના વિશે કોઈએ વિચાર્યું પણ ન હતું. ઘટનાની વિગતો અનુસાર બલિયાના અજય કુમાર નામના વ્યક્તિએ થોડા સમય પૂર્વ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેની પત્નીએ પિયર રહેવા ગઈ ત્યારબાદ અજય કુમારએ આત્મહત્યા કરી લીધી.

કટરામાં ભાડાના મકાનમાં અજય કુમારનો મૃતદેહ બાથરૂમના દરવાજા સાથે લટકતો જોવા મળ્યો. પોલીસના જણાવ્યાનુસાર લગ્ન બાદ અજય કુમારની પત્ની પિયર રહેવા ગઈ હતી અને જ્યારે તે પોતાના સાસરે પત્નીને લેવા માટે ગયો તો મનદુખના કારણે પત્નીએ સાથે આવવાની ના કહી દીધી. આ વાતથી આહત થઈ અજય કુમારે ફાંસી ખાઈ લીધી. 




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UV3h92
via Latest Gujarati News

Post a Comment

0 Comments