
મથુરા, 30 એપ્રિલ 2019, મંગળવાર
ભારતમાં નાના મોટા હજારો ગામડા આવેલા છે. વિવિધ રાજ્યોમાં આવેલા આ ગ્રામ્ય વિસ્તાર કોઈને કોઈ ખાસિયતો ધરાવે છે. આજે આવા જ એક પ્રખ્યાત ગામ વિશે તમને જાણવા મળશે. જો કે આ ગામની ખ્યાતિ અહીં બનતી ઘટનાઓના કારણે વધી છે. જી હાં આ ગામમાં લોકો એટલા છેતરાય છે કે પોલીસએ ગામના પ્રવેશ દ્વાર પાસે એક નોટીસ બોર્ડ લગાવવું પડ્યું છે.
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં હાથિયા નામનું ગામ આવેલું છે. આ ગામ બહાર પોલીસએ એત ચેતવણી લખી છે. આ ચેતવણીમાં લખવામાં આવ્યું છે કે જો તમને કોઈ સસ્તા ભાવમાં સોનાની ઈંટ, સીસીટીવી, જનરેટર, આરઓ પ્લાંટ જેવી વસ્તુઓ આપે તો સાવધાન થઈ જાઓ. મથુરા પોલીસ અનુસાર આ ગામ આવા કામ કરી અને લોકોને છેતરતા ઠગોનું ગામ છે.
આ ગામના લોકો આસપાસના ગામમાં જઈને પણ લોકોને છેતરે છે. એટલું જ નહીં કેટલાક લોકો અન્ય રાજ્યોમાં જઈને પણ આ કારનામા કરે છે એટલા જ માટે અહીં છાશવારે અલગ અલગ રાજ્યોની પોલીસ તપાસ કરવા આવતી હોય છે.
આ ગામના લોકો ટટલુઓ નામથી પ્રખ્યાત છે. આ લુંટારુંઓ સસ્તા ભાવમાં સોનું આપવાની લાલચ આપી લોકોને મુરખ બનાવી પૈસા લઈ ફરાર થઈ જાય છે. જો કે વ્યક્તિ સોનાની તપાસ કરાવાનું કહે તો તેને સાચું સોનું આપે છે અને પછી ચતુરાઈથી સોનાની ઈંટને પીત્તળની ઈંટથી બદલી દેતા હોય છે. આ કારણે પોલીસએ ગામની બહાર ખાસ ચેતવણી લખી છે. આ ગામમાં આવતા અને જતા લોકોએ પોલીસને જાણ પણ કરવી પડે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GSK8vK
via Latest Gujarati News
0 Comments